Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રાના ભરાડા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો:ભાડાના મકાનમાં એલોપેથીની સારવાર કરતો હતો, SOGએ કાર્યવાહી કરી

    1 day ago

    સુરેન્દ્રનગર SOG શાખાએ ધ્રાંગધ્રાના ભરાડા ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. તે ભાડાના મકાનમાં કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની સૂચનાથી SOG ઇન્ચાર્જ બી.એચ.સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ. પેટ્રોલિંગ દરમિયાન ASI અનિરુદ્ધસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ વિશાલભાઈ જોશીને બાતમી મળી. ભરાડા ગામે ભાડાના મકાનમાં એક વ્યક્તિ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતો હતો. SOG ટીમે મેથાણ PHCના મેડિકલ ઓફિસર ડો. ધ્રુવ સોમાણીને સાથે રાખીને દરોડો પાડ્યો. આરોપી પરિમલ સુભોલચંદ્ર રોય (ઉંમર 57, રહે. હાલ ભરાડા, મૂળ પશ્ચિમ બંગાળ) મળી આવ્યો. તેના કબજામાંથી રૂપિયા 38,893.32ની કિંમતની અલગ અલગ કંપનીની એલોપેથી દવાઓ જપ્ત કરાઈ. આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરમા નવીન બિલ્ડીંગોનું ખાતમુહૂર્ત:પોલીસવડા પ્રેમસુખ ડેલુના હસ્તે થયું, CSR અને જનભાગીદારીથી મળશે વધુ સુવિધાઓ
    Next Article
    Israel Targets Top Hamas Leader In Gaza Strike That Killed 5

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment