Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ ભાજપ પ્રભારીએ નવી ટીમ સાથે બેઠક યોજી:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સક્રિય થવા આહ્વાન; કાર્યકરોએ એકબીજાનો પરિચય મેળવ્યો

    11 hours ago

    ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની નવનિયુક્ત ટીમની પ્રથમ પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારો અને કાર્યકરોએ એકબીજાનો પરિચય મેળવ્યો હતો. આ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને યોજાઈ હતી.તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, જિલ્લાના તમામ 14મંડળોના પ્રમુખો, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવી સંગઠનની આ પ્રથમ સંયુક્ત બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મનોમંથન થયું હતું. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સક્રિયતા દાખવવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ 2021 ની ચૂંટણી કરતાં પણ વધુ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ જિલ્લાના પ્રવાસના આયોજન અંગે વિચારવિમર્શ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    આજે રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ:12 શહેરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી, અગનગોળા વરસતી ગરમીથી લોકો બેહાલ
    Next Article
    કોસાડ લેક ગાર્ડન બન્યો દારૂડિયાઓનો અડ્ડો!:બાંકડા સહિતની જગ્યાએથી દારૂની ખાલી બોટલો મળી; CCTV-સેક્યુરિટી શોભાના ગાંઠિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment