Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવાંટના માણકા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:સ્થાનિકોએ હાથથી ડામર ઉખાડ્યો; ફરી રોડ બનાવવાની માંગ કરી

    10 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામે નવનિર્મિત રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ રોડ બન્યાને માંડ ૨૦ દિવસ થયા છે, છતાં ડામર હાથથી ઉખડી રહ્યો છે અને કાંકરી પણ નીકળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ એટલો હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો છે કે તેના પરથી વાહનો પસાર થતાં જ કાંકરી ઉખડવા માંડી છે. હાથ વડે ડામર ખેંચતા તે સરળતાથી નીકળી જાય છે, જે કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. માણકા ગામમાંથી પસાર થતો આ ડુંગરવાળો રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વાહનચાલકોને ડુંગર ચઢવામાં પણ મુશ્કેલી પડતી હતી. લોકોની સતત માંગ બાદ તંત્ર દ્વારા આ પાકા ડામર રોડનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં આજે પણ ઘણા સ્થળોએ પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ એજન્સીઓ દ્વારા આવા કામોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોને ભય છે કે આગામી ચોમાસામાં આ રોડ સંપૂર્ણપણે તૂટી જશે. તેમણે આ મામલે જવાબદાર એજન્સી સામે તપાસ કરીને રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ રોડ પર રિક્ષાની ટક્કરે યુવકનું મોત:19 વર્ષીય એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ, રિક્ષાચાલક ફરાર
    Next Article
    CM ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપી:આણંદના ચિખોદરામાં પ્રાર્થનાસભામાં પરિવારજનોને સાંત્વના પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment