Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પાલિકા સભામાં કચરા કલેક્શન મુદ્દે હોબાળો:સત્તાધારી પક્ષના સભ્યોએ જ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માગ કરી

    10 hours ago

    વલસાડ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કથળતી કામગીરીને લઈને હોબાળો થયો હતો. સત્તાધારી પક્ષના સભ્યોએ જ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને સંબંધિત એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માગ કરી હતી. સભ્યોએ રજૂઆત કરી હતી કે નવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં એજન્સી દ્વારા કચરો ઉપાડવામાં બેદરકારી દાખવવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં કચરા કલેક્શન વાહનો સમયસર આવતા નથી, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે એજન્સી માત્ર કાગળ પર કામ બતાવી રહી છે અને વાસ્તવિકતામાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવે છે. તેમણે બેદરકાર એજન્સી સામે માત્ર નોટિસ આપવાને બદલે તાત્કાલિક બ્લેક લિસ્ટ કરીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. સામાન્ય રીતે વિપક્ષ સવાલો ઉઠાવતો હોય છે, પરંતુ આ સભામાં વિપક્ષ ચૂપ રહ્યો હતો. ચર્ચા દરમિયાન એ પણ સપાટી પર આવ્યું હતું કે શહેરમાં કચરાના નિકાલ માટે પાલિકા પાસે કોઈ ઠોસ કે યોગ્ય આયોજનનો અભાવ છે. સત્તાધારી પક્ષના સભ્યોના વિરોધ સામે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બચાવની સ્થિતિમાં જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    "નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ":વિપક્ષનો વિરોધ, LPG સંકટ પર પેટ્રોલિયમ મંત્રી બોલશે; રાહુલે કહ્યું હતું- મોટી મુશ્કેલી આવી રહી છે
    Next Article
    ડાંગમાં કાર 360 ડિગ્રી ફરી ખાડામાં ખાબકી:ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment