Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ હાટ બજારમાં કચરા નિકાલની સમસ્યા:360 દુકાનદારો પરેશાન, ડોર-ટુ-ડોર કલેક્શન ન થવાનો આક્ષેપ

    7 hours ago

    વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સોમનાથ સ્વદેશી હાટ બજારમાં કચરાના નિકાલની સમસ્યાએ 360 જેટલા દુકાનદારોને પરેશાન કર્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટે નિયમિત ગાડી આવતી નથી, જેના કારણે સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાટ બજારમાં મોટી સંખ્યામાં ખાનપાનની દુકાનો કાર્યરત હોવાથી દરરોજ ભીનો કચરો અને એઠવાડ સહિતનો કચરો મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. દુકાનદારો કચરાનો યોગ્ય નિકાલ કરવા તૈયાર હોવા છતાં, સવાર-સાંજ નિયમિત કચરો લેવા માટે ગાડી ન આવતા સમસ્યા સર્જાય છે. વેપારીઓએ જણાવ્યું કે એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે, ત્યારે પ્રવાસન અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વ ધરાવતા સોમનાથ જેવા સ્થળે કચરા સંગ્રહની મૂળભૂત વ્યવસ્થાનો અભાવ ચિંતાજનક છે. આનાથી સમગ્ર અભિયાનના હેતુ સામે પ્રશ્નો ઊભા થાય છે અને સોમનાથની સ્વચ્છતાની છબીને પણ અસર થાય છે. સોમનાથ સ્વદેશી હાટ બજારના વેપારી ભાવિનભાઈ ચાવડાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, વેપારીઓ કચરાના યોગ્ય નિકાલ માટે સહકાર આપવા તૈયાર છે, પરંતુ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની નિયમિત વ્યવસ્થા ન હોવાથી તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વેપારીઓ દ્વારા વેરાવળ-પાટણ નગરપાલિકા, જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટરને લેખિત અરજી આપવામાં આવી છે. તેમણે હાટ બજારની 360 દુકાનો માટે સવાર અને સાંજના સમયે નિયમિત કચરા કલેક્શનની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી ભીના કચરા અને એઠવાડનો સમયસર નિકાલ થઈ શકે. આ મુદ્દે પાલિકાના ચીફ સેનિટેશન ઇન્સ્પેક્ટર યશ બારીયાએ જણાવ્યું કે, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને નવી એજન્સી માટેની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે. તેમણે આગામી 15 દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે તેવી ખાતરી આપી હતી. હાલમાં કામ કરતી એજન્સીને કડક તાકીદ કરી સોમનાથ સ્વદેશી હાટ બજારમાં ઉઠેલી ગાર્બેજ કલેક્શનની ફરિયાદ ઉકેલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્માશનગૃહને તસ્કરોએ ટાર્ગેટ કર્યું:ઇસનપુર સ્મશાનમાંથી ચોર મૃતકોની અંતિમયાત્રામાં આવેલ કાસા, પિત્તળ અને સ્ટીલના વાસણોની ચોરી કરી ફરાર
    Next Article
    बिजनौर में पत्नी को लेकर ससुराल जा रहे युवक ने अपाचे बाइक में लगाई आग

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment