Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધવપુરમાં મહિલાઓ દ્વારા દારૂના ધંધાર્થીઓ પર રેડ:પોલીસ પર 'હપ્તા સિસ્ટમ'ને કારણે નિષ્ક્રિયતા'નો આરોપ લગાવ્યો; વીડિયો વાયરલ

    12 hours ago

    પોરબંદર જિલ્લાના માધવપુરમાં મહિલાઓએ દારૂના વેચાણ સામે 'જનતા રેડ' કરી હતી. તેમણે દારૂના ધંધાર્થીઓને પકડી પોલીસને સોંપ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ પોલીસ પર 'હપ્તા સિસ્ટમ'ને કારણે નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મહિલાઓએ પોલીસકર્મીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમની 'હપ્તા સિસ્ટમ'ને કારણે બુટલેગરોને છૂટો દોર મળ્યો છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, જો પોલીસ કાર્યવાહી ન કરી શકે, તો તેઓ ફોટા અને વીડિયો પુરાવા તરીકે આપવા તૈયાર છે. મહિલાઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ફરિયાદો કરવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, જો ઘરની સામે દારૂ વેચાતો હોય અને પોલીસ કશું ન કરે તો આવા વાતાવરણમાં શું કરવું. પોલીસે "અમે કેસ કરીએ જ છીએ" કહી બચાવ કરવાનો પ્રયાસ કરતા મહિલાઓએ આક્રોશપૂર્વક કહ્યું કે, માધવપુરમાં દૂધ નથી મળતું એટલો દારૂ મળે છે. માધવપુર જેવી જ પરિસ્થિતિ પોરબંદર શહેરમાં પણ જોવા મળી રહી છે. શહેરના કીર્તિમંદિર આસપાસના વિસ્તારો, ખારવાવાડની શેરીઓ, મીલપરા, કડીયાપ્લોટ, ઝુંડાલા, વીરડીપ્લોટ, વણકરવાસ, જલારામ કોલોનીનો ખાડીકાંઠો અને બોખીરાની આવાસ યોજના સહિતના મોટાભાગના વિસ્તારોમાં દારૂનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે. ફિશિંગ બોટની નીચે દારૂનું વેચાણ થતું હોવાના અનેક વીડિયો પણ પોરબંદર શહેરના જૂના અને નવા વિસ્તારોમાંથી સામે આવ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિને જોતા પોરબંદર જિલ્લા પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવા આહવાન
    Next Article
    ભુજના રેલડીમાં ખેડૂતોનો વિરોધ:ઓવરબ્રિજ કામગીરીથી જમીન કપાતમાં, કામ અટકાવવાના પ્રયાસથી પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment