Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 AC અને 15 LED TV બારોબર સસ્તામાં વેચી દીધા:વડોદરામાં વિજય સેલ્સના વેરહાઉસમાંથી 17 લાખનો સામાન ગાયબ, ડિલિવરીના ટેમ્પો ડ્રાઇવર સામે ફરિયાદ; બેની ધરપકડ

    18 hours ago

    વડોદરા શહેરના વિજય સેલ્સના પદમલા સ્થિત વેરહાઉસમાંથી 17.17 લાખથી વધુ કિંમતના 30 AC અને 15 LED ટીવી ગાયબ થઈ ગયા હતા. આ મામલે કંપનીના ડિલિવરી ટેમ્પો ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ઓડિટ દરમિયાન સ્ટોકમાં મોટો ઘટાડો જણાતા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ડ્રાઇવર ડિલિવરી બિલમાં દર્શાવેલા માલ ઉપરાંત વધારાના AC અને LED TV ટેમ્પોમાં ભરી લઈ જતો જોવા મળ્યો હતો. આ કેસમાં છાણી પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. વિજય સેલ્સના મેનેજરની છાણી પોલીસમાં ફરિયાદ વડોદરા શહેરના વિજય સેલ્સમાં ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવતા નિકુંજકુમાર નટવરલાલ પાઠકે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ કંપનીના વડોદરાના 5 સ્ટોર માટે પદમલા-રણોલી સ્ટેશન રોડ પર આવેલા વેરહાઉસમાંથી ઇલેક્ટ્રોનિક્સ સામાનનું વિતરણ કરવામાં આવે છે. 22 મે દરમિયાન કંપનીના સ્ટોર પરથી મળેલા ઓર્ડરો મુજબના AC અને LED TV સ્ટોકમાં હોવા છતાં વેરહાઉસમાં મળી આવ્યા નહોતા. જેના પગલે 22થી 28 મે દરમિયાન કંપનીના ઓડિટરોએ વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું. ઓડિટમાં 30 AC અને 17 LED TVનો સ્ટોક ગાયબ ઓડિટ દરમીયાન અલગ-અલગ કંપનીઓના કુલ 30 AC અને 15 LED TV મળી 17,17,220 રૂપિયાનો સ્ટોકમાંથી ગાયબ હતો. જેને પગલે વેરહાઉસમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં ટેમ્પો ડ્રાઇવર દર્શનભાઈ કંચનભાઈ વસાવા અલગ અલગ દિવસોમાં ડિલિવરી માટેના માલ ઉપરાંત વધારાના AC અને LED TV ટેમ્પોમાં લોડ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. વેર હાઉસમાંથી માલ ચોરી કરીને સસ્તા ભાવે વેચી દીધો દર્શન વસાવા છેલ્લા અઢી વર્ષથી હોમ ડિલિવરીનું કામ કરતો હતો. તેણે પોતાના આર્થિક લાભ માટે અન્ય કર્મચારીઓની નજર ચૂકવી વેર હાઉસમાંથી માલ ચોરી કરીને સસ્તા ભાવે વેચાણ કરી દીધો હતો. તેની સાથે સાથે વિજય સેલ્સના વેરહાઉસમાં અગાઉ ટેમ્પો ચલાવતા રાકેશ વણઝારાની પણ સંડોવણી ખૂલી છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેને પગલે છાણી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    What is Eicon, the app looking to make museum visits easier with your camera?
    Next Article
    વલસાડમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવા આહવાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment