Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ કિડની દિવસની ઉજવણી:ગુજરાત કિડની હોસ્પિટલના સેમિનારમાં નિષ્ણાતોએ આપ્યું ડાયાબિટીસ અને બ્લડપ્રેશર નિયંત્રિત રાખવા માર્ગદર્શન

    13 hours ago

    અમદાવાદ સ્થિત 'ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લિમિટેડ' દ્વારા વિશ્વ કિડની દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સંસ્થા દ્વારા એક વિશેષ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં કિડનીની અનિવાર્યતા, તેની જાળવણી અને આધુનિક સમયમાં વધી રહેલા જોખમો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. શા માટે ઉજવાય છે આ દિવસ? ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે 'વર્લ્ડ કિડની ડે' ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 માર્ચના રોજ આ દિવસની ઉજવણી થઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને કિડની ફેલ્યોરના કિસ્સાઓ ઘટાડવાનો છે. કિડનીના રોગોના મુખ્ય કારણો અને લક્ષણો આજના સમયમાં કિડનીના રોગો એક વૈશ્વિક સમસ્યા બની રહ્યા છે, જે વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને પ્રભાવિત કરે છે. સેમિનારમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારતમાં કિડનીના રોગો વધવા પાછળ મુખ્યત્વે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને આનુવંશિક પરિબળો જવાબદાર છે. જો સમયસર લક્ષણો ઓળખવામાં ન આવે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. કિડનીની નબળાઈના મુખ્ય સંકેતોમાં: હાથ, પગ અથવા ચહેરા પર સોજા આવવા. સતત હાઈ બ્લડપ્રેશર રહેવું. શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) જણાવી. હાડકાની નબળાઈ અથવા દુખાવો થવો. સમયસર તપાસ છે અનિવાર્ય ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લિમિટેડના ડિરેક્ટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ આ તકે જણાવ્યું હતું કે, "કિડનીના રોગોથી બચવું શક્ય છે, પરંતુ તેના માટે સાચી જાગૃતતા અનિવાર્ય છે. જો લોકો સમયસર મેડિકલ ચેકઅપ કરાવે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે, તો ગંભીર સ્ટેજ પર પહોંચતા પહેલા જ આ રોગથી મુક્તિ મેળવી શકાય છે." તંદુરસ્ત જીવન જીવવા માટે નિયમિત કસરત, પૂરતું પાણી પીવું અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    લકી યુ ગ્રુપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી:ગેટ ટુ ગેધર અને હાઉસી કાર્યક્રમમાં 22 મહિલાઓ જોડાઈ
    Next Article
    સ્ટર્લિંગ હોસ્પિટલે વર્લ્ડ કિડની ડે પર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:અમદાવાદમાં કિડનીના રોગો અને નિદાન અંગે માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment