Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટર્લિંગ હોસ્પિટલે વર્લ્ડ કિડની ડે પર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:અમદાવાદમાં કિડનીના રોગો અને નિદાન અંગે માહિતી અપાઈ

    14 hours ago

    અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલે વર્લ્ડ કિડની ડે નિમિત્તે AMA ઓડિટોરિયમ ખાતે કિડની સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કિડનીના રોગો, તેના પ્રારંભિક લક્ષણો અને સમયસર નિદાન વિશે માહિતગાર કરવાનો હતો. હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. સોનલ દલાલે કિડનીના સ્વાસ્થ્ય માટે નિયમિત ચેકઅપ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આ પગલાં કિડનીના રોગોને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલના એમડી અને સીઈઓ સંતોષ મરાઠેએ માહિતી આપી કે હોસ્પિટલમાં આધુનિક ડાયાલિસિસ કેર, નિષ્ણાત ડોકટરોની ટીમ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે સમયસર નિદાન માટે બ્લડ ક્રિએટિનિન અને eGFR જેવી તપાસોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી. ઝોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે કિડનીના રોગોમાં વહેલું નિદાન અને યોગ્ય સારવારના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ કાર્યક્રમમાં દર્દીઓના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મેમનગર સિનિયર સિટીઝન ગ્રુપ અને હેત હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ કિડની દિવસની ઉજવણી:ગુજરાત કિડની હોસ્પિટલના સેમિનારમાં નિષ્ણાતોએ આપ્યું ડાયાબિટીસ અને બ્લડપ્રેશર નિયંત્રિત રાખવા માર્ગદર્શન
    Next Article
    ધાંગધ્રા મેળામાં કમલેશ મિસ્ત્રીનું સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર:વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ પ્રદર્શિત કરી, લોકોને ખૂબ પસંદ પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment