Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’:યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ, ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રસોડું ન થવું જોઈએઃ દિલીપ સંઘાણી

    14 hours ago

    સુરતની મુલાકાતે આવેલા ઇફકોના (IFFCO) ચેરમેન દિલીપ સંઘાણીએ હાલમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી કોમર્શિયલ ગેસની અછત અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉભી થઈ છે. સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા સપ્લાય ચેઈન પર તેની સીધી અસર પડી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ‘રસોડામાં ગેસ બંધ ન થાય તેવી સરકારની પ્રાથમિકતા’ ગેસના વિતરણ અંગે સરકારી નીતિની સ્પષ્ટતા કરતા સંઘાણીએ જણાવ્યું કે, સરકાર પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે, તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ. હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓને પહેલા ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. વ્યાપાર કે રસોડું? સંઘાણીએ સમજાવ્યું પ્રાથમિકતાનું ગણિત કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓની મુશ્કેલી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, 'કોમર્શિયલ' શબ્દ જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે. આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તે? સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે જે આવકારદાયક પગલું છે. જ્યા સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કાળાબજારી કરનારાઓ સામે લાલ આંખ બજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી. સંગ્રહખોરીની જાણ તુરંત પુરવઠા વિભાગને કરવા જનતાને અપીલ દિલીપ સંઘાણીએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી સામાન્ય જનતાને અપીલ કરી છે કે, જો ક્યાંય પણ ગેસની કાળાબજારી કે ગેરકાયદેસર સંગ્રહખોરી થતી દેખાય, તો તુરંત સ્થાનિક પુરવઠા અધિકારીને જાણ કરવી. જનતાના સહયોગ વિના આવી બદીઓને રોકવી મુશ્કેલ છે, તેથી લોકોએ જાગૃત બનીને સરકારને માહિતી આપવી જોઈએ, જેથી જવાબદારો સામે ત્વરિત પગલાં ભરી શકાય. રૂટિન વ્યવસ્થા જાળવવા પ્રયાસો તેજ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારના આગામી આયોજન અંગે તેમણે જણાવ્યું કે, ઉપલબ્ધ ચેનલો દ્વારા ઘરેલું ગેસનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી તમામ રૂટિન વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. સરકાર વૈશ્વિક સ્થિતિ પર નજર રાખી રહી છે અને સપ્લાય ચેઈન પૂર્વવત્ થાય તે માટે પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ 'ધુરંધર':સિક્વલની હાઇપ બનાવવા માટે ફરી 500 સ્ક્રીન્સ પર બતાવવામાં આવશે; 19 માર્ચે બીજો ભાગ ધૂમ મચાવશે
    Next Article
    બોટાદ પાંજરાપોળમાં અબોલ ગાયોને લીલી નીણ અપાઈ:સીતારામ ધૂન મંડળે એક આઇસર ભરી ઘાસચારો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment