Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ 'ધુરંધર':સિક્વલની હાઇપ બનાવવા માટે ફરી 500 સ્ક્રીન્સ પર બતાવવામાં આવશે; 19 માર્ચે બીજો ભાગ ધૂમ મચાવશે

    17 hours ago

    19 માર્ચે રિલીઝ થનારી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ એટલે કે ધુરંધર 2 પહેલાં, 2025ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ને ફરી એકવાર વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવી રહી છે. જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝ મળીને તેને ભારત સહિત વિદેશોમાં પણ મોટા પાયે રિલીઝ કરી રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ આજે એટલે કે 12 માર્ચથી ભારતમાં 250 સ્ક્રીન્સ પર ફરીથી બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે, 13 માર્ચથી તેને વિદેશોમાં 250 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. એટલે કે કુલ 500 સ્ક્રીન્સ પર દર્શકો ફરી એકવાર ધુરંધરનો રોમાંચ અનુભવી શકશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી 19 માર્ચે સિક્વલ જોતા પહેલા ચાહકો જૂની વાર્તાને મોટા પડદા પર જોઈ શકે. સિક્વલની હાઇપ બનાવવા માટે રી-રિલીઝ ફિલ્મને ધુરંધર 2ની હાઇપ બનાવવા માટે ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. આ વ્યૂહરચનાનો હેતુ નવા ભાગ માટે એડવાન્સ બુકિંગમાં ઉછાળો લાવવાનો છે. ભારતમાં ઘણી ફિલ્મો સિક્વલ આવે તે પહેલાં રી-રિલીઝ કરવામાં આવી છે. ‘ધુરંધર’ને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો ફિલ્મ ધુરંધરના પહેલા પાર્ટે ભારતની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે દુનિયાભરમાં લગભગ ₹1,303 કરોડની કમાણી કરી. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹1,005.85 કરોડ રહ્યું, જ્યારે નેટ કલેક્શન લગભગ ₹836.95 કરોડ થયું. આ સાથે જ તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી સિંગલ-લેંગ્વેજ ફિલ્મ બની ગઈ છે. વિદેશી બજારોમાં પણ ફિલ્મ ધુરંધરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ ₹299.5 કરોડનો કારોબાર કર્યો. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં ફિલ્મે ₹193.06 કરોડથી વધુની કમાણી કરીને ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો. રસપ્રદ વાત એ છે કે આ મોટી સફળતા ફિલ્મને ત્યારે મળી, જ્યારે તેને ખાડી દેશોમાં રિલીઝ કરવાની પરવાનગી મળી ન હતી. આ ઉપરાંત ‘ધુરંધર’ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ‘A’ રેટેડ ફિલ્મ પણ બની ગઈ છે. 5 ભાષાઓમાં રિલીઝ થશે ‘ધુરંધર 2’ ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચ 2026 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. મેકર્સ તેને હિન્દીની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ કરી રહ્યા છે. રિલીઝનો સમય ઘણો ખાસ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ગુડી પડવો અને ઈદ જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. લાંબી રજાઓનો ફાયદો ફિલ્મના કલેક્શનને મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha LIVE : राज्यसभा LIVE: संसद में आज क्या होगा? | Rajya Sabha Live Today |
    Next Article
    ‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’:યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ, ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રસોડું ન થવું જોઈએઃ દિલીપ સંઘાણી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment