Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં હાજર, આખી બિલ્ડિંગ ખાલી કરાઈ

    11 hours ago

    અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા)ને આજે(12 માર્ચ) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ છે. હાલ આખી બિલ્ડિંગ ખાલી કરાઈ છે અને પોલીસ દ્વારા તપાસ ચાલું કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકીઓ મળી હતી, જ્યારે આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિત સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ અપના બજારમાં કાર્યરત કોર્ટના વિભાગોને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઝોન-2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને હાલ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    "નરેન્દ્ર ગુમ, સિલિન્ડર પણ ગુમ":LPG સિલિન્ડર મામલે વિપક્ષનો વિરોધ. રાહુલે કહ્યું- PM મોદી ભયભીત; અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ લોકસભામાં બિરલાની વાપસી
    Next Article
    સાબરમતી નદી 1 એપ્રિલથી ખાલી થશે:અઢી મહિનામાં બ્રિજના સ્પાન તોડી નખાશે; ભાસ્કર પાસે સિંચાઈ વિભાગનો પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment