Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "નરેન્દ્ર ગુમ, સિલિન્ડર પણ ગુમ":LPG સિલિન્ડર મામલે વિપક્ષનો વિરોધ. રાહુલે કહ્યું- PM મોદી ભયભીત; અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ લોકસભામાં બિરલાની વાપસી

    12 hours ago

    દેશભરમાં LPG સિલિન્ડરની અછત મામલે આજે સંસદમાં વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સમસ્યાને મુદ્દો બનાવતા, વિપક્ષે સરકાર પર લોકોના રસોડા પર સીધો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, રાહુલ ગાંધી LPG સિલિન્ડરના ભાવમાં વધારા સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષ નેતાઓએ સંસદની બહાર "નરેન્દ્ર ગુમ, સિલિન્ડર પણ ગુમ" ના નારા લગાવ્યા" રાહુલે કહ્યું કે પીએમ મોદી ગભરાઈ ગયા છે. સત્ર શરૂ થાય તે પહેલાં વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં એકઠા થયા હતા, તેઓએ પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં રાખ્યા હતા. નેતાઓએ જણાવ્યું હતું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી લાખો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પરિસ્થિતિને હળવાશથી લઈ રહી છે. આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો ચોથો દિવસ છે. સત્ર શરૂ થયાના માત્ર ત્રણ મિનિટ પછી, કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સત્ર સવારે 11 વાગ્યે શરૂ થયું હતું. સ્પીકર ઓમ બિરલા પણ આજે સંસદમાં પહોંચ્યા હતા. LPG સિલિન્ડરના ભાવમાં વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર અને વિપક્ષ સામસામે છે. વિપક્ષ આજે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સૂત્રો અનુસાર, પ્રસ્તાવ લાવવા માટે સાંસદોની સહીઓ કરાવી લેવામાં આવી છે. બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે. ત્યારથી ગૃહમાં સતત હોબાળો જોવા મળી રહ્યો છે. લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. લગભગ 119 વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે સ્પીકર ગૃહ ચલાવતી વખતે પક્ષપાત કરી રહ્યા છે અને વિપક્ષને બોલવાની પૂરતી તક આપવામાં આવી રહી નથી. આ મુદ્દે ગઈકાલે ગૃહમાં લગભગ 13 કલાક ચર્ચા ચાલી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું- અમે જ્યારે પણ બોલવા જઈએ છીએ, ત્યારે અમને રોકવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી રાહુલના આરોપો અને સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સરકાર વતી જવાબ આપ્યો. શાહે કહ્યું- જ્યારે બોલવાનો મોકો આવે છે ત્યારે રાહુલ ગાંધી જર્મનીમાં હોય છે, ઇંગ્લેન્ડમાં હોય છે. સંસદની કાર્યવાહી પર અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Man who ‘wanted to kill Farooq Abdullah for 20 years’: Who is Kamal Singh Jamwal
    Next Article
    અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં હાજર, આખી બિલ્ડિંગ ખાલી કરાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment