Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોન બુકિંગ બંધ થતા ગ્રાહકો એજન્સી પર ઉમટ્યા:પાટણમાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો, નવા નિયમના બોર્ડ લાગ્યા

    11 hours ago

    પાટણ અને રાધનપુર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગેસ સિલિન્ડર નોંધાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. પાટણના ત્રણ દરવાજા પાસે આવેલી એજન્સીમાં આજે સવારથી જ સિલિન્ડર માટે લાઈન લાગી હતી. ગ્રાહકોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન બુકિંગ માટે સર્વર ધીમું હોવાથી મુશ્કેલી પડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવા છતાં બુકિંગ થઈ શકતું નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં, ઘણા ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના પરિણામે દિવસભર લાંબી કતારો જોવા મળે છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી ખાતે ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. દક્ષાબેન નામના ગ્રાહકે આક્ષેપ કર્યો હતો કે એજન્સી દ્વારા વારંવાર સર્વર ડાઉન હોવાનું કહેવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ બનાવવાની માંગ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ન ખાવા પડે. પાટણની ગેસ એજન્સીના સંચાલક અર્જૂન યોગીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કંપનીના નિયમ અનુસાર છેલ્લી રિફિલ ડિલિવરી લીધાના 25 દિવસ પછી જ નવું બિલ બનશે. વહેલું બુકિંગ થયેલું હોવા છતાં બિલ નહીં બને તો કંપનીના નવા નિયમ અનુસાર જ રિફિલ મળશે. તેમણે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર ન કરવા પણ સૂચના આપી હતી. વધુમાં, પહેલા 6 ગાડી આવતી હતી તેની જગ્યાએ હાલ 3 ગાડી જ આવે છે.
    Click here to Read More
    Previous Article
    આગીયોલ સેવા સેતુ 2.0 માં આધારકાર્ડ સેવા ખોરવાઈ:લાભાર્થીઓ સવારથી રાહ જોતા રહ્યા, કર્મચારીઓ ગેરહાજર
    Next Article
    સુરત મેટ્રો ડેપોમાંથી રૂ. 31 લાખના કોપર વાયરની ચોરી:ભંગારના વેપારીઓ સહિત બેની ધરપકડ, રજાના દિવસોનો ફાયદો ઉઠાવી રેકી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment