Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં:જામનગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

    10 hours ago

    ગુજરાતમાં તાજેતરમાં થયેલી ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ આઈજી નિર્લિપ્ત રાય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. તેમના નિર્દેશથી જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે "ટ્રાફિક ડ્રાઇવ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મોરબીના પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને દેવભૂમિ-દ્વારકાના પોલીસ અધિક્ષક જયવીરસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરીને પાંચેય જિલ્લાઓમાં ગુના નિયંત્રણ, દરિયાકાંઠાની સુરક્ષા, ઔદ્યોગિક વિસ્તારોમાં શાંતિ જાળવવા અને કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં યોજાયેલી "ટ્રાફિક ડ્રાઇવ" દરમિયાન વિવિધ નિયમભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાવનારા, ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ કરનારા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓ અને વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકોનો સમાવેશ થાય છે. આ "ટ્રાફિક નાઇટ" ડ્રાઇવ સમગ્ર જિલ્લા તેમજ શહેરના વિવિધ વિસ્તારો અને શહેરના પ્રવેશદ્વાર જેવા મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવમાં સંખ્યાબંધ લોકો પાસેથી ઓનલાઈન દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેના કારણે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    સેન્ટ્રલ ફોર્સમાં 93000 જગ્યાઓ ખાલી:CRPFમાં સૌથી વધુ 27 હજાર, સરકારે સંસદમાં જણાવ્યું- 5 વર્ષમાં CAPFમાં રાજીનામા 86% વધ્યા
    Next Article
    નવાપરાથી ચોરાયેલી બાઈક સાથે યુવક ઝડપાયો:વરતેજ પોલીસે પોણા બે મહિના પહેલાની ચોરીનો ભેદ ઉકેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment