Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્ટ્રલ ફોર્સમાં 93000 જગ્યાઓ ખાલી:CRPFમાં સૌથી વધુ 27 હજાર, સરકારે સંસદમાં જણાવ્યું- 5 વર્ષમાં CAPFમાં રાજીનામા 86% વધ્યા

    11 hours ago

    કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઇફલ્સમાં કુલ 93,139 જગ્યાઓ ખાલી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે સૌથી વધુ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં 28,342 અને સૌથી ઓછા આસામ રાઇફલ્સમાં 3,749 જગ્યાઓ ખાલી છે. રાયે કહ્યું કે ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તેમાં કર્મચારી પસંદગી આયોગ દ્વારા દર વર્ષે કોન્સ્ટેબલની ભરતી, મુખ્ય રેન્ક માટે નોડલ ફોર્સની વ્યવસ્થા અને શારીરિક પરીક્ષણમાં રેડિયો ફ્રીક્વન્સી ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ સામેલ છે. સરકારના મતે CAPFમાં રાજીનામાની સંખ્યા વધી છે. 2021માં 1,255ની સરખામણીમાં 2025માં 2,333 કર્મચારીઓએ રાજીનામું આપ્યું, એટલે કે લગભગ 86 ટકાનો વધારો થયો. જ્યારે આત્મહત્યા, પરસ્પર હત્યા અને સ્વૈચ્છિક નિવૃત્તિના કેસોમાં ઘટાડો નોંધાયો છે. ભારત ટેક્સી સાથે 4 લાખથી વધુ ડ્રાઇવરો જોડાયા સહકારી ક્ષેત્રની ભારત ટેક્સી રાઇડ-હેલિંગ સેવાને આગામી 2 થી 3 વર્ષમાં તમામ મોટા શહેરો સુધી વિસ્તૃત કરવામાં આવશે. સહકારિતા રાજ્ય મંત્રી કૃષ્ણ પાલે જણાવ્યું હતું કે આ સેવા હાલમાં દિલ્હી-એનસીઆર અને ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સોમનાથ અને દ્વારકામાં કાર્યરત છે. અત્યાર સુધીમાં 4 લાખ ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે. ગડકરી બોલ્યા- સુરતથી કુર્નૂલ સુધી ગ્રીન એક્સપ્રેસવે બનશે સરકાર સુરતથી નાસિક, અહમદનગર અને સોલાપુર થઈને કુર્નૂલ સુધી ગ્રીન એક્સપ્રેસવે બનાવશે. તેનાથી દિલ્હી-ચેન્નઈનું અંતર 320 કિમી ઘટશે. ગડકરીએ કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પૂર્ણ થવા પર દિલ્હી-મુંબઈની યાત્રા પણ લગભગ 12 કલાકમાં શક્ય બનશે. ---------------------------------------------- આ સમાચાર પણ વાંચો… ઓમ બિરલા પરથી ઘાત ટળી!:સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, અમિત શાહ બોલ્યા- જે આંખ મારે છે, ફ્લાઈંગ કીસ આપે છે તે સ્પીકર પર સવાલ ઉઠાવે છે લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી પ્રસ્તાવ પર સરકાર તરફથી જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર'નો ટ્રેન્ડ સેટર રેપર ફ્લિપરાચે ભારત નહીં આવે:મિડલ ઈસ્ટ સંઘર્ષના કારણે છેલ્લી ઘડીએ તમામ શો રદ થયા, 'ધુરંધર 2' પર યુદ્ધની માઠી અસર નક્કી?
    Next Article
    નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં:જામનગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment