Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાપરાથી ચોરાયેલી બાઈક સાથે યુવક ઝડપાયો:વરતેજ પોલીસે પોણા બે મહિના પહેલાની ચોરીનો ભેદ ઉકેલ્યો

    8 hours ago

    ભાવનગરમાં વરતેજ પોલીસે સિદસર વાળુકડ ચોકડી વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક મળી આવતા પોણા બે મહિના પહેલા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાહુલની ધરપકડ વરતેજ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે શહેરની સિદસર વાળુકડ ચોકડી વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આજથી પોણા બે મહિના પહેલા નવાપરા વિસ્તારમાં મનુભાઈ ગાઠીયાવાળાની દુકાન પાસે આવેલા કોમ્પ્લેક્ષ નજીકથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરવામાં આવી હતી. પોલીસે રૂપિયા 25,000 કિમતની મોટરસાયકલ સાથે રાહુલ ઉર્ફે અગુ ભરતભાઈ મકવાણા (ઉં.વ. 20), રહે. સિદસર ગામ 25 વારીયા, ભાવનગરને ઝડપી પાડી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં:જામનગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
    Next Article
    Fire breaks out at Noida factory with 250 workers inside, 24 injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment