Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમર્શિયલ ગેસનો કકળાટ:રાજકોટથી ગેસ સપ્લાય બંધ, હોટલો મુશ્કેલીમાં

    2 days ago

    ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની અસર હવે કચ્છના રેસ્ટોરન્ટ ઉદ્યોગ સુધી પહોંચી છે. ગ્લોબલ કટોકટીની લોકલ અસર રૂપે કચ્છ જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાવવાની શરૂઆત થઈ છે. રાજકોટ ડેપો, જ્યાંથી સમગ્ર કચ્છમાં કોમર્શિયલ સિલિન્ડરનો મોટો જથ્થો આવતો હતો, ત્યાંથી સપ્લાય બંધ કરી દેવાયો છે. હાલ રેસ્ટોરેન્ટ ઉદ્યોગને જરૂરિયાત સામે માત્ર 50 ટકા જથ્થો મળી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ આ સંચાલકોને તેમની રોજિંદી જરૂરિયાત સામે સરકાર અને એજન્સીઓ દ્વારા માત્ર 50% જેટલો જ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. કેટરર્સ દ્વારા ઘરેલુ ગેસનો જ વપરાશ : તંત્ર કરશે ચેકિંગ એક તરફ જિલ્લા વહીવટી તંત્ર ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો હોવાના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટરિંગના વ્યવસાયમાં ઘરેલુ ગેસના સિલિન્ડરોનો ગેરકાયદેસર વપરાશ અને કાળાબજાર ચરમસીમાએ પહોંચ્યા છે. કેટરર્સ સંચાલકો ગેસ એજન્સીઓ અને લોકલ ડીલરો સાથે સાંઠગાંઠ કરી જે બોટલ 1200 રૂપિયામાં બ્લેકમાં મેળવતા હતા, તેના ભાવમાં હવે તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. મોટા ફંક્શન કે પ્રસંગોમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ ફરજિયાત છે, તેમ છતાં નફાખોરી માટે વર્ષોથી ઘરેલુ ગેસના બોટલોનો જથ્થો ખડકવામાં આવે છે. જો પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પ્રસંગોમાં કેટરર્સના સંચાલકોની આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે, તો મોટા પાયે ગેરકાયદેસર જથ્થો અને કૌભાંડ પકડાઈ શકે તેમ છે. આ જ સ્થિતિ રહેશે, રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં : એસોસિએશન આ બાબતે રેસ્ટોરન્ટ એસોસિએશનમાં પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં પણ જો આ જ સ્થિતિ રહેશે, તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. જેથી હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો વેઈટર્સ, રસોઈયા અને સફાઈ કામદારો, ઝોમેટો અને સ્વીગીના રાઈડર્સની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે. પૂરતા ઇંધણના અભાવે હોટેલોએ તેમની ઘણી વાનગીઓ બનાવવાનું બંધ કરવું પડશે. સાથે જ બજારમાં સિલિન્ડરના ભાવ વધવાની ભીતિ છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો: જિલ્લા પુરવઠા વિભાગ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ જણાવ્કોયું હતું કે કોમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો કરાયો છે. પણ “સામાન્ય જનતાએ ગભરાવાની જરૂર નથી. ઘરેલુ વપરાશ માટેના ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.” તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે કોમર્શિયલ ગેસની અછતને ઘરેલુ ગેસ સાથે ન સાંકળે અને ગભરાહટમાં ન આવે.
    Click here to Read More
    Previous Article
    માંગ:ભુજ-ખાવડા 73 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફોર-લેનમાં તબદીલ કરો
    Next Article
    ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો:ઉનાળો આકરો બનતા રૂદ્રમાતા ડેમના જળસ્તરમાં ભારે ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment