Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:કચ્છમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ, બે દિવસ સુધી રાહત નહિ

    1 day ago

    કચ્છ જિલ્લામાં આ વર્ષે ઉનાળાએ જાણે માર્ચ માસના પ્રારંભથી જ દસ્તક આપી દીધી હોય તેમ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં સતત થઈ રહેલા વધારા અને હવામાં ભેજનું પ્રમાણ ઘટવાને કારણે સમગ્ર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. બુધવારે ભુજ 39.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ: 39.0 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. બપોરના સમયે આકરા તડકા અને લૂ ને કારણે માર્ગો પર લોકો પસીને રેબજેબ થઇ રહ્યા છે. હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લા માટે ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત 13 અને 14 માર્ચના રોજ પણ યેલો એલર્ટની સ્થિતિ યથાવત રહેશે. જોકે, રાહતની વાત એ છે કે 14 માર્ચ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લોકોને આંશિક રાહત મળશે. પરંતુ નિષ્ણાતોના મતે આ વર્ષે સમગ્ર ઉનાળો કચ્છ માટે ભારે રહેવાની શક્યતા છે. ગરમીના કારણે બપોરના સમયે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બજારોમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. બુધવારે કચ્છના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો મંગળવારની તુલનાએ થોડો ઘટ્યો હતો. બુધવારે કંડલા એરપોર્ટ 39.7 ડિગ્રી તાપમાન સાથે જિલ્લાનું સૌથી ગરમ મથક રહ્યું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો ભુજ 39.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ: 39.0 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા બેઠક યોજાઈ:‘જનારોગ્ય’ સેવાઓ મજબૂત બનાવવા કલેક્ટરે યોજી આરોગ્ય સમિતિની બેઠક
    Next Article
    માંગ:ભુજ-ખાવડા 73 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફોર-લેનમાં તબદીલ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment