Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા બેઠક યોજાઈ:‘જનારોગ્ય’ સેવાઓ મજબૂત બનાવવા કલેક્ટરે યોજી આરોગ્ય સમિતિની બેઠક

    1 day ago

    કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળ અને માતા મરણના કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં થતી પ્રસૂતિઓની સંખ્યા, રસીકરણ કાર્યક્રમ, સંચારી અને બિન-સંચારી રોગો, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ સામે લેવાતા અટકાયતી પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સબ સેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી. અને એસ.ડી.એચ.માં નિયમિત સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચના આપી હતી. બેઠકમાં નેશનલ બ્લાઈન્ડ કંટ્રોલ પ્રોગ્રામ, એચપીવી રસીકરણ, નમોશ્રી યોજના, કુટુંબ નિયોજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઈવી નિયંત્રણ, પીએમજેએવાય અને બ્લડ સ્ટોરેજ જેવી વિવિધ આરોગ્ય સેવાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળકોની આરોગ્ય તપાસણીમાં ચશ્માની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને સમયસર ચશ્મા ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય આયોજન કરવાની સૂચના આપી હતી. ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તેમજ વિવિધ આરોગ્ય સંસ્થાઓના અધિકારીઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નિવૃત કર્મચારીએ પાલિકાને ચીંધ્યો નવો માર્ગ:ભુજના નાળા પરની 180 જર્જરિત દુકાનો હટાવવા સીઓને રજૂઆત
    Next Article
    વેધર રિપોર્ટ:કચ્છમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ, બે દિવસ સુધી રાહત નહિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment