Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત કર્મચારીએ પાલિકાને ચીંધ્યો નવો માર્ગ:ભુજના નાળા પરની 180 જર્જરિત દુકાનો હટાવવા સીઓને રજૂઆત

    1 day ago

    ભુજ શહેરની મધ્યમાં પાણીના નાળા પર દાયકાઓથી બનેલી 180 જેટલી જર્જરિત દુકાનો જોખમી બની છે. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ આ દુકાનોને કાયમી ધોરણે હટાવવા માટે નિવૃત સરકારી કર્મચારી કે.વી. ભાવસાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલને વિગતો સાથે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે અટકી પડ્યું હતું. આ સ્થિતિમાં ભાવસાર દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, નવા બસ સ્ટેન્ડ પાછળ રામદેવપીર મંદિર પાસેની વિશાળ ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. હાલ અહીં કોઈપણ મંજૂરી વગર કેબિનો અને ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. જો પાલિકા આ દબાણો દૂર કરી ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરનું 200 દુકાનોનું કોમ્પ્લેક્સ બનાવે, તો નાળા પરના 180 વેપારીઓને અહીં સરળતાથી શિફ્ટ કરી શકાય તેમ છે. આ સૂચિત જગ્યા બસ સ્ટેન્ડ અને શાક માર્કેટની નજીક હોવાથી વેપારીઓના ધંધાને કોઈ નુકસાન નહીં થાય. સાથે જ, કોમ્પ્લેક્સમાં ટુ-વ્હીલર પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરી પાલિકા ગ્રાહકો પાસેથી નજીવું ભાડું વસૂલી કાયમી આવક ઊભી કરી શકે છે. કલેક્ટર કચેરી દ્વારા પણ 23/07/2024ના રોજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકાને આદેશ અપાયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હવે જો પાલિકા પ્લાન-એસ્ટીમેટ તૈયાર કરી સરકારની પૂર્વ મંજૂરી લે, તો શહેરના ટ્રાફિક અને જર્જરિત બાંધકામની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    આજે વિશ્વ કિડની દિવસ:કિડનીની શરૂઆતથી જ માવજત લેવાય તો અનેક વ્યાધિથી બચી શકાય
    Next Article
    આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા બેઠક યોજાઈ:‘જનારોગ્ય’ સેવાઓ મજબૂત બનાવવા કલેક્ટરે યોજી આરોગ્ય સમિતિની બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment