Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાંથી 8136 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું:વડોદરાના પોર GIDCમાં ચાલીસા ફૂડ્સ પર ફૂડ વિભાગના દરોડા, યુવરાજસિંહે કહ્યું- 'ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આંખો પર પટ્ટી બંધાઈ ગઈ છે'

    8 hours ago

    વડોદરા નજીક પોર GIDCમાં આવેલી ચાલીસા ફૂડ્સ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને અંદાજે રૂ.42 લાખની કિંમતનો 8,136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી બાતમી બાદ ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન પેકિંગ પહેલાં સ્ટોરેજ ટેન્કમાં રહેલો રૂ.26 લાખની કિંમતનો 5,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો તેમજ અલગ-અલગ બ્રાન્ડના પેકિંગમાં રહેલો રૂ.16 લાખની કિંમતનો 2,936 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે ઘીના ચાર નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 42 લાખની કિંમતનો ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો વડોદરા શહેર નજીક પોર GIDCમાં આવેલી ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરતી ચાલીસા ફૂડ્સ નામની પેઢી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી. જાહેર નાગરિકની ફરિયાદના આધારે ડેઝિગ્નેટેડ ઓફિસર, વડોદરા વર્તુળ કચેરીની ટીમે પેઢીના જવાબદાર મહેશભાઈ કાન્તીભાઈ ઠેસીયાની હાજરીમાં તપાસ કરી હતી. આ દરમિયાન સ્ટોરેજ ટેન્કમાં પેકિંગ માટે તૈયાર રાખવામાં આવેલા 5,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.26 લાખ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, સ્થળ પર અલગ-અલગ બ્રાન્ડ અને પેક સાઇઝમાં પેક કરવામાં આવેલો 2,936 કિલો ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.16 લાખ થાય છે. આમ, ફૂડ વિભાગે કુલ રૂ.42 લાખની કિંમતનો 8,136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન આ જથ્થો બજારમાં વેચાણ માટે પહોંચે નહીં તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. સેમ્પલનું રિઝલ્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીના જથ્થામાંથી અલગ-અલગ ચાર નમૂના લઈને પરીક્ષણ માટે ગુજરાત સરકારની સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ ઘી ખાદ્ય સુરક્ષાના ધારાધોરણો અનુસાર છે કે નહીં તે સ્પષ્ટ થશે. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલીસા ફૂડ્સ સામે ઓગસ્ટ, 2026માં પણ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને રૂ.2,23,600ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. અગાઉની કાર્યવાહીમાં પણ ધારાધોરણોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં પેઢીના જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે ફરી એકવાર પેઢીમાંથી મોટો જથ્થો સીઝ કરવામાં આવતાં ફૂડ વિભાગની કાર્યવાહી ચર્ચામાં આવી છે. અમે ખાનગી લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું તો પામોલિન તેલની ભેળસેળ હોવાનું માલૂમ પડ્યું- યુવરાજસિંહ સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં અમને એક બાતમી મળી હતી અને એ બાતમીના આધારે તપાસ કરતાં ખબર પડી કે વડોદરાના પોશ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલ 'ચાલીસા' યુનિટની અંદર મિલાવટવાળું એટલે કે ભેળસેળયુક્ત ઘી બની રહ્યું છે. જ્યારે અમે આ પ્રોડક્ટનું સેમ્પલ લેવા માટે પ્રોડક્ટ હાથમાં લીધી અને ખાનગી લેબમાં સેમ્પલિંગ કરાવ્યું, ત્યારે ખબર પડી કે આ ભેળસેળયુક્ત ઘી મોટેભાગે પામોલિન તેલના માધ્યમથી બનાવવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે આ યુનિટ પર આવ્યા, ત્યારે ત્યાં લૂઝ જેટલું પણ મટીરિયલ જોવા મળ્યું છે, એ તમામ મટીરિયલ પામોલિન જ છે તેની પૂરી શંકા છે કારણ કે તેનો રંગ જ કહી દે છે કે આ પામોલિન છે. અહીં કોઈ ગાય, ભેંસ, મલાઈ કે માખણ નથી છતાં પણ ઘીનું મેન્યુફેક્ચરિંગ થાય છે. એક જ લૂઝ ઓઈલમાંથી અત્યારે અહી 11 જેટલા અલગ-અલગ બ્રાન્ડના લેબલો દેખાઈ રહ્યા છે, જેમાંથી અમુક લેબલ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ ઇન્ડિયા પણ જાય છે. ભેળસેળ કરનારા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માગ તેઓએ કહ્યું હતું કે, આટલા બધા નેતાઓ અને સાંસદો છે, શું તેનું આની ઉપર ધ્યાન નહીં હોય? અમારું માનવું છે કે તેનું ધ્યાન હશે જ, પરંતુ મલાઈનો હિસ્સો કદાચ ત્યાં સુધી પહોંચતો હશે એટલે કદાચ મોઢે પટ્ટી લાગી જતી હશે. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની આંખે પણ પટ્ટી બંધાઈ જતી હોય છે, કારણ કે તો જ આ યુનિટો બેફામ ચાલી શકે. અમારી માંગણી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો કાયદો વધુ મજબૂત કરવામાં આવે અને જે લોકો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી રહ્યા છે તેમની સામે સાફ-પ્રાધ અને મનુષ્ય વધની કલમો દાખલ કરીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. તેઓએ ઉમેર્યું હતું કે, થોડા દિવસો પહેલાં એટલે કે અંદાજે દોઢ-બે મહિના પહેલાં 30 ઓગસ્ટના દિવસે આ કંપની ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી. ત્યારે પણ રેડ કરીને નાનો-મોટો જથ્થો સીઝ કર્યો હતો અને બાકીનો જથ્થો છોડી દેવામાં આવ્યો હતો. તે છોડી દીધેલો જથ્થો અત્યારે નવરાત્રી અને નવલા નોરતાના દશેરા નજીક આવતાં લોકોના પેટમાં જતો રહ્યો હશે. અત્યારે હજી પણ રેડ પડી છે પરંતુ હજી સુધી તેનું કોઈ નક્કર એક્શન નથી લેવાયા.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં આંગણવાડીઓની કથળતી સ્થિતિ અંગે વિવાદ:180 આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ; હાઈટેન્શન વીજ લાઈનો નીચે આંગણવાડીઓ ચાલતી હોવાનો આક્ષેપ
    Next Article
    Gujarat Breaking News | 4 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Navratri 2026 | Gandhinagar | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment