Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ કિડની દિવસ:કિડનીની શરૂઆતથી જ માવજત લેવાય તો અનેક વ્યાધિથી બચી શકાય

    22 hours ago

    કિડની શરીરનું મહત્વનું અંગ છે. તેનું મુખ્ય કામ લોહીમાંથી ઝેર દૂર કરવાનું અને ઇલેક્ટ્રોલાઇટને સંતુલન કરવાનું છે. લોકો જેટલી ચિંતા પેટ, માથા કે અન્ય નાના મોટા રોગ માટે સેવે છે એવી કિડની માટે કરતા નથી. એટલે જ દર વર્ષે આ સમસ્યા વધતી જાય છે. આજે વિશ્વમાં દર 10માંથી એક વ્યક્તિ કિડનીના રોગનો સામનો કરે છે. ભારતમાં 13.8 કરોડ લોકો કિડનીના રોગ સાથે જીવે છે ત્યારે કિડનીની શરૂઆતથી જ માવજત લેવાય તો અનેક વ્યાધિથી બચી શકાય તેવી સલાહ ભુજની જનરલ હોસ્પિટલના તબીબોએ આપી હતી. હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડો.હર્ષલ વોરાએ વિશ્વમાં માર્ચના દર બીજા ગુરુવારે ઉજવાતા કિડની દિવસ નિમિતે જણાવ્યું કે, કિડનીના રોગોના લક્ષણો શરૂઆતમાં ખયાલ પડતો નથી, માટે લાંબા સમયથી ડાયાબિટીસ અને બી.પી. હોય તેવા તેમજ પેઈન કિલર ગોળી લેતા દર્દીઓએ સાવધ રહેવું જોઈએ. જો આ બાબતોને નઝર અંદાઝ કરાય કિડની ફેઇલ અને પછી કીડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસની નોબત આવે છે. શરીરમાંથી કુદરતી રીતે ઝેર દૂર કરવાનું કામ કીડની કરે છે, તે કામ ડાયાલિસિસ કૃત્રિમ રીતે કરે છે. જી.કે.માં દર મહિને 800 થી 900 ડાયાલિસિસ થાય છે. કિડની બી.પી.ઉપર નિયંત્રણ, વિટામિન ડી સક્રિય કરી હાડકાંને મજબૂત કરવા અને રક્તણોના નિર્માણનું કામ કરે છે. કિડની બગડવાના કરણો અને ઉપાય કિડનીને સ્વસ્થ રાખવા પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, નમક સીમિત માત્રામાં જ ખાવું, ઉપરાંત નિયમિત વ્યામ,વજન ઉપર નિયંત્રણ, ડાયાબિટીસ અને હાઈ બી.પી.ને કંટ્રોલમાં રાખવાથી ફાયદો થાય છે. ખાસ કરીને પેઈન કિલર લેવા પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી બને છે.કિડની બગડતી હોય તો ઊબકા, ઊલટી, ભૂખ ન લાગે, થાક, ઊંઘની સમસ્યા, પગમાં અને આંખ નીચે તેમજ ચહેરામાં સુઝન, પેશાબમાં બદલાવ,રાત્રે વારંવાર યુરીન જવું વિગેરે લક્ષણો જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    અદાલતની કડક કાર્યવાહી:માંડવીના શેરડી ગામની જમીન મુદે ગણોતધારાના ભંગ બદલ 2 કરોડનો દંડ
    Next Article
    નિવૃત કર્મચારીએ પાલિકાને ચીંધ્યો નવો માર્ગ:ભુજના નાળા પરની 180 જર્જરિત દુકાનો હટાવવા સીઓને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment