Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્યજિતસિંહ ગાયકવાડની માગ:મહારાજા સયાજીરાવને તેમના કાર્યો બદલ ભારતરત્ન આપો

    12 hours ago

    મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વડોદરા, બરોડા સ્ટેટમાં 63 વર્ષના સુદીર્ધ શાસનકાળ હતો. તેમાં તેમણે અનેક લોકોપયોગી કાર્યો કર્યા હતા. શિક્ષણ, દેશપ્રેમ, વેપાર-ઉદ્યોગો અને વિકાસકાર્યો કર્યા હતા. તેમના આ કાર્યો માટે ભારત સરકારે તેમને દેશનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતરત્નથી સન્માનિત કરવા જોઇએ. આ માગ મહારાજા સયાજીરાવના મોટાભાઇના પ્રપૌત્ર સત્યજિતસિંહ ગાયકવાડે કરી છે. તેમણે કહ્યું કે, મહારાજાએ શિક્ષણ ક્ષેત્રે બરોડા કોલેજ (મ.સ.યુનિ.), આજવા સરોવર, બીઓબી, સયાજીબાગ, રેલવે, વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન, ગામેગામ લાઇબ્રેરીઓ ઉપરાંત અનેક સંસ્થાઓને દાન કર્યું છે. દેશના અને લોકોના વિકાસ માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇને તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવો જોઇએ. તેમણે આ માગણી 2019માં પણ કરી હતી. મહારાજાએ અરવિંદ ઘોષ, લોકમાન્ય ટિળક અને સુભાષચંદ્ર બોઝને પણ મદદ કરી હતી દેશની આઝાદીની લડત સાથે સંકળાયેલા તત્કાલિન સ્વાતંત્ર્યવીરો અરવિંદ ઘોષ, લોકમાન્ય ટિળક, સુભાષચંદ્ર બોઝને પણ તેમણે આર્થિક સહિતની તમામ સહાય કરી હતી. દેશની આઝાદી માટે હિટલર સાથે પણ ગુપ્ત બેઠકની વાત જાણીતી છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ:મહીસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની દોઢ કરોડની લોનનું કહીને 2 ઠગે 4.37 લાખ પડાવ્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:બિલ્ડર વિરલ અજમેરા-પુત્ર સામે 150 કરોડની જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગ નોંધવા કલેક્ટરનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment