Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈ:મહીસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની દોઢ કરોડની લોનનું કહીને 2 ઠગે 4.37 લાખ પડાવ્યા

    12 hours ago

    મહિસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની લોન કરાવવાના બહાને સારાભાઈ કોમ્પ્લેક્ષમાં આવેલા નમો નમઃ ફિન સર્વ પ્રા.લી.ની ઓફિસ ચલાવતા બે ગઠિયાએ રૂ.4.37 લાખ પડાવતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. મહિસાગરના ખાનપુરમાં રહેતા ઉદેસિંહ ફતાભાઈ માલિવાડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે 2017માં નિવૃત્ત થઇ ખેતીકામ કરતા હતા. સાથે તબેલો બનાવવાનું આયોજન કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે, ગેંડા સર્કલ સારાભાઈ કોમ્પ્લેક્ષના નમો નમઃ ફિન સર્વ પ્રા.લી.માં તબેલા માટે લોન મળે છે. જેથી ઉદેસિંહ 2019માં ત્યાં પહોંચ્યા હતા, જ્યાં સદ્દામહુસેન મકબુલઅહેમદ કુરેશી (રહે, સ્લમ ક્વાટર્સ, નવાપુરા) મળ્યો હતો. તેમને જમીન બતાવતાં વેલ્યુએશન ત્રણ કરોડનું આવ્યું હતું. સદ્દામે ઉદેસિંહને જાણ કરી હતી કે, 3 કરોડની લોન મંજૂર કરવામાં આવે તો તમારે એડવાઇઝર, કિમીટીના છ મેમ્બર, એડવાન્સ હપ્તા થઈને 3 કરોડમાંથી 2 કરોડ હાથમાં આવશે. જેથી તમે દોઢ કરોડની લોન મંજૂર કરાવશો, તો તમારે ઓછુ પેમેન્ટ આપવું પડશે. તેઓ દોઢ કરોડની લોન લેવા રાજી થયા હતા. તેમની પાસે ફાઇલ ચાર્જ પેટે રૂ.5.51 લાખ લેવાયા હતા. પરંતુ લોન મંજૂર ન થતા રૂ.5 લાખ પરત કરાયા હતા. ત્યારે સદ્દામે દોઢ કરોડની લોન અપાવવા ઉદેસિંહ પાસેથી રૂ.1.11 કરોડ અલગ અલગ બહાને લીધા હતા, પરંતુ ઉદેસિંહ પાસે તેમના કોઈ પૂરાવા નહોતા. ઉદેસિંહે આંગડિયા પેઢી મારફતે ઉદેસિંહે રૂ.4.37 લાખ મોકલ્યા હતા. જેના પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે નમો નમઃ ફિનસર્વ પ્રા.લી.ની ઓફિસના મેનેજર ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ (રહે, મોરા, તીલકવાડા) પણ ઓફિસે મળી કેટલાક ડોક્યુમેન્ટ લીધા હતા. બંને જણાએ ભેગા મળીને ઉદેસિંહ પાસે લોન કરાવી આપવાના બહાને ખોટી રીતે રૂપિયા પડાવી લઈને છેતરપિંડી કરી હતી. આ મામલે ગોરવા પોલીસે બંને સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બે વર્ષ અરજી ઈકો સેલમાં રખાઇ દફ્તરે કરી દેવાઇ ગૃહમંત્રીને રજૂઆત કરાતાં ગુનો નોંધવામાં આવ્યો ઠગાઈ મામલે નિવૃત્ત પીએસઆઈએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. ત્યારબાદ અરજી 2024માં ઈકો સેલમાં અપાઈ હતી. પરંતુ અરજીને દફતરે કરી દેવાઈ હતી. જેથી નિવૃત્ત પીએસઆઈએ જે-તે સમયે પૂર્વ એડી.સીપી મનોજ નિનામાને રજૂઆત કરી હતી. ત્યારબાદ ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવતા ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ અરજી રીઓપન કરીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભેજાબાજોએ 17 ઓફિસ ખોલી અન્યને પણ ઠગ્યા ઉદેસિંહ માલિવાડે કહ્યું હતું કે, સદ્દામ કુરેશી અને ગજેન્દ્રસિંહ જાદવે શહેરમાં 17 જેટલી ઓફિસ ખોલી હતી. તેમને અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી છે. તપાસ કરતા તે ઓફિસ બંધ મળી હતી. મેં ઘર, ટ્રેક્ટર સહિત વેચીને રૂપિયા ચૂકવ્યા હતા. મેં રૂ.65 લાખ જેટલા ચૂકવ્યા તેના પૂરાવા એકત્ર કરીને રજૂ કર્યા છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂડિયા ઝડપાયા:સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા
    Next Article
    સત્યજિતસિંહ ગાયકવાડની માગ:મહારાજા સયાજીરાવને તેમના કાર્યો બદલ ભારતરત્ન આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment