Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂડિયા ઝડપાયા:સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા

    9 hours ago

    દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને ઇજનેર સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલાતમાં પકડાયા હતા. જનરક્ષક પોલીસના વાહનને વિકાસ પટેલે મંગળવારે જાણ કરી હતી કે, સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં ત્રણ જણા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા તે ત્રણેયે દારૂ પીધો હોવાનું જણાયું હતું. અકસ્માત થયો હોવાથી તેમની કાર પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નહોતી. કારમાંથી અમદાવાદના ઇજનેર પરાગ ચૌહાણ, અને બે તબીબ ડો.અંકુર ચૌહાણ, ડો.ધૈર્ય આચાર્ય દારૂ પીધેલા પકડાયા હતા. અમદાવાદથી મિત્રના લગ્નમાં વડોદરા આવતાં કારમાં જ દારૂ પીધો હોવાનું પોલીસનું અનુમાન છે. પરાગ ચૌહાણને ઓવરસ્પીડિંગના મેમો મળ્યા હતા પરાગ ચૌહાણે ઓગસ્ટ-2024માં ખેડા સોનીપુરમાં ઓવરસ્પિડિંગ કર્યું હતું, જેને લઈ તેને લાયસન્સ ન હોવાનો અને ઓવસ્પિડિંગનો મેમો અપાયો હતો.ઉપરાંત તે જ મહિનામાં પરાગે ગોધરામાં ઓવરસ્પિડિંગ કર્યું હતું અને તેમાં પણ તેને મેમો અપાયો હતો. ઓક્ટોબર-2024માં તેને અમદાવાદમાં ઓવસ્પિડિંગ કરતા ચલણ અપાયું હતું. પરાગને દંડ કરાતો હતો. જોકે તે તેમ છતાં ઓવરસ્પિંડિંગ કરતો હતો તેમ જાણવા મળ્યું છે. ત્રણ જણા સામે દારૂ પીધેલા હોવાનો કેસ નોંધ્યો ત્રણ જણા પીધેલા પકડાયા હતા, તેમની સામે દારૂ પીધેલા હોવાનો કેસ કર્યો છે અને તેમની કાર કબ્જે કરી છે. મારામારી અંગે કોઈ ફરિયાદ મળી નહોતી. > બી.બી.કોડિયાતર, પીઆઈ, સમા પોલીસ સ્ટેશન. ફર્સ્ટ પર્સન એકે ફોરેસ્ટ ઓફિસરની ઓળખ આપી હું કાર લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે દુમાડ પાસે મારી કારને પાછળથી એક કારે અથાડી ભાગી ગયો હતો. મેં પીછો કરીને પેટ્રોલ પંપ પાસે પકડી લીધા હતા. કારમાંથી ત્રણ જણે ઉતરી મને માર માર્યો હતો. એક જણ પોતે ફોરેસ્ટ ઓફિસર હોવાનું કહેતો હતો. રાહદારીઓ એકત્ર થઈ જતા ત્રણેય ભાગી ગયા હતા.ત્રણેવે પોલીસ સાથે પણ તુ-તુ મેં-મેં કરી હતી. વિકાસ પટેલ, કાર ચાલક
    Click here to Read More
    Previous Article
    Sanghavi defends govt’s anti-infiltrator drive, slams Congress for ‘vote-bank politics’
    Next Article
    ઠગાઈ:મહીસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની દોઢ કરોડની લોનનું કહીને 2 ઠગે 4.37 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment