Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની તૈયારી શરૂ:કોંગ્રેસમાં ક્યુઆર કોડથી ભરતી, નવો સભ્ય સક્ષમ ઠરશે તો ચૂંટણી લડાવશે

    16 hours ago

    પાલિકાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ સક્રિય થઈ છે. શહેરને સમસ્યાઓમાંથી ઉગારવા પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને જોડી, ઉમેરવારી કરવા કોંગ્રેસે આહવાન કર્યું હતું. લોકો કોંગ્રેસ સાથે જોડાય તે માટે ક્યુઆર કોડ જાહેર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી બિમલ શાહ તેમજ અમદાવાદ પક્ષના ઉપનેતા નીરવ બક્ષી વડોદરા આવ્યા હતા. તેઓએ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. બિમલ શાહે કહ્યું કે, પાલિકાના હાલના બોર્ડથી નાગરિકો ત્રસ્ત છે, 13, 14 અને 15 માર્ચે ઉમેદવારી કરનાર કાર્યકરોને સાંભળીશું. દરેક વૉર્ડમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારી થઇ છે. અમને આશા છે કે પાલિકામાં કોંગ્રેસનો તિરંગો લાગશે. બિમલ શાહે માન્યું કે, અત્યાર સુધી અમે લોકો સુધી પહોંચી શક્યા નથી. બુથ લેવલે કામ શરૂ થયું છે, જનતાનો રોષ જોઈ લાગે છે કે લોકો જોડાશે અને પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે. વોર્ડ 14માં સૌથી વધુ 24 કાર્યકરોએ ઉમેદવારી કરી નવાને જોડવાથી જૂના નારાજ થશે તેવી સ્થિતિ, પ્રભારીએ કહ્યું, કાર્યકરો સાથે મનોમંથન કર્યું છે કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ કકળાટ શરૂ થતો હોય છે. આ વખતે કોંગ્રેસ નવા લોકોને જોડી ઉમેદવાર બનાવશે. તેવામાં ફરી ડખા શરૂ થશે તેવું જાણકારો માને છે. સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં પ્રભારી બિમલ શાહને પૂછાયું હતું કે, નવા ઉમેદવારો બનશે તો જૂના નારાજ નહીં થાય? જવાબમાં તેઓએ જણાવ્યું કે, હોદ્દેદારો અને કાર્યકરો સાથે મનોમંથન કર્યું છે. સક્ષમ હશે તેને ટિકિટ અપાશે, ભલે તેઓ નવા હોય.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:ગરમીનો પારો 41.6 ડિગ્રી, આજે યલો એલર્ટ, આગામી સપ્તાહે વાદળો રહેશે
    Next Article
    પ્રજાજન પરેશાન:બુકિંગના 15 દિવસે ગેસ સિલિન્ડર ન મળતા પાણીગેટમાં લાઈનો પડી, રાંધવાની વ્યવસ્થામાં લોકો ગરમીમાં શેકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment