Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિલંબ, મિલ્કતધારકોની મુશ્કેલી વધી

    21 hours ago

    પોરબંદર વિસ્તારમાં સીટી સર્વે રેકોર્ડમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં થતા વિલંબને કારણે મિલ્કતધારકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના એડવોકેટ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આ પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરવામાં આવી છે. પોરબંદરના છાંયા પ્લોટ, રણ વિસ્તાર, બીરલા રોડ તેમજ પેરેડાઈઝ સિનેમા આસપાસના વિસ્તારોમાં ઘણી મિલ્કતો હજુ સીટી સર્વે રેકોર્ડમાં દાખલ થયેલી નથી અથવા હાલના માલિકોના નામ નોંધાયેલા નથી. જેના કારણે મિલ્કતધારકોને પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે નાયબ કલેક્ટર કચેરીમાં અપીલ અરજી કરવાની તથા ત્યારબાદ સીટી સર્વે કચેરીમાં ફરીથી પ્રક્રિયા કરવાની ફરજ પડે છે, જેના કારણે લાંબો સમય લાગી રહ્યો છે. હાલ સીટી સર્વે કચેરીમાં અંદાજે 150 જેટલા રીમાન્ડ કેસ પડતર છે. તેથી નાયબ કલેક્ટર કચેરી દ્વારા રીમાન્ડ કરવાની જગ્યાએ સીટી સર્વે કચેરીને સીધો નોંધ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે તો પ્રક્રિયા ઝડપી બની શકે અને અરજદારોને સમયસર પ્રોપર્ટી કાર્ડ મળી શકે તેવી એડવોકેટ રાજેશ એમ. લાખાણી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:રાણા બોરડી ગામના ભ્રષ્ટાચારની તપાસમાં બેદરકારી દાખવવા બદલ ડીડીઓ- ડેપ્યુટી ડીડીઓ સામે ફરિયાદ
    Next Article
    સમસ્યા:પોરબંદરમાં એક,બે અને પાંચ રૂપિયાના સિક્કાની અછત થતા મુશ્કેલી સર્જાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment