Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:રાણા બોરડી ગામના ભ્રષ્ટાચારની તપાસમાં બેદરકારી દાખવવા બદલ ડીડીઓ- ડેપ્યુટી ડીડીઓ સામે ફરિયાદ

    1 day ago

    રાણાવાવ પંથકના રાણા બોરડી ગામે સરપંચ દ્વારા વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે રાણા બોરડી ગામે ભ્રષ્ટાચારની તપાસમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પંચાયતના DDO અને Dy DDO અને તપાસ સમિતિ સામે પગલાં ભરવા મિશન માતૃભૂમિએ કેન્દ્રમાં રાજ્ય સરકારના વિકાસ કમિશનરના કાર્યાલય મુખ્ય સચિવને રજુઆત કરી છે. પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગામમાં ભ્રષ્ટાચાર મામલે અનેક મુદ્દાસર સાથે પુરાવા સહિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તથા સમગ્ર મામલે તપાસ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર પાસેથી થાય તેવી માંગણી સાથે મિશન માતૃભૂમિએ ફરિયાદ કરી હતી તેવામાં સમગ્ર તપાસ જિલ્લા કક્ષાના જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તપાસ સમિતિએ શરૂ કરી હતી પરંતુ આ સમગ્ર મામલે તપાસ સમિતિ સ્થળ ઉપર ફક્ત એક જ વખત બે કલાક જેવી મુલાકાત લઈ અને પ્રાથમિક દ્રષ્ટિએ 6 મહીના પછી ક્લીન ચીટ આપી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન થયેલી તમામ કાર્યવાહી સાથે મિશન માતૃભૂમિએ ગંભીરતાથી ધ્યાને અને બંધારણની જોગવાઈઓ સહિત આર.ટી.આઈ પણ કરવામાં આવી છે આ ક્લીન ચીટ આપવા બાબતે ખુલાસો થયો હતો કે બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ તપાસ અહેવાલ ફરિયાદીઓને આપ્યા પહેલા કે જવાબ લીધા વગર કોઈપણ નિષ્કર્ષ કે ક્લિનચીત આપી શકાતી નથી જેનું સ્પષ્ટ બંધારણનું ઉલ્લંઘન થતાં જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તપાસ સમિતિ પોરબંદર વિરુદ્ધ કેન્દ્રમાં રાજ્ય સરકારમાં વિકાસ કમિશનર ગાંધીનગર પ્રધાનમંત્રી કાર્યાલય મુખ્ય સચિવને લેખિત રજુઆત કરવામાં આવી છે. અધિકારીઓએ બોરડી ગામની મુલાકાત ન લીધી રાણા બોરડી ગામે થયેલ ભ્રષ્ટાચારની તપાસમાં જિલ્લા વિકાસ અધિકારી કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાણા બોરડીની કોઈ સ્થળ નિરીક્ષણ કે મુલાકાત કરવામાં આવી ન આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીનો પ્રારંભ કર્યો,સ્ટ્રોમ ડ્રેનેજ,ગટરની સફાઈ હાથ ધરી
    Next Article
    રજૂઆત:પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિલંબ, મિલ્કતધારકોની મુશ્કેલી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment