Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીનો પ્રારંભ કર્યો,સ્ટ્રોમ ડ્રેનેજ,ગટરની સફાઈ હાથ ધરી

    2 days ago

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માર્ચ માસના પ્રારંભે જ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ સ્ટોમ વૉટર ડ્રેનેજ તેમજ અન્ય ગટરની સફાઈ શરૂ કરવામાં આવી છે.તો શહેરના 2 પમ્પીગ સ્ટેશન ચોમાસા પૂર્વે તૈયાર થઈ જશે,છાયા રણમાંથી દરિયામાં પાણી ઠાલાવવાની પાઇપલાઇનનું કામ પણ પૂર્ણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે તેમજ શહેરના ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં મનપા દ્વારા શહેર પ્રિમોન્સૂન કામગીરીનો માર્ચ માસથી પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં શહેરના એમ.જી રોડ,કમલાબાગ થી નરસન ટેકરી રોડ સહિતના માર્ગો પર આવેલ સ્ટોમ વૉટર ડ્રેનેજની સફાઈ હાથ ધરવામાં આવી છે. તો શહેરમાં આવેલ ગટરની મુખ્ય પાઇપલાઇનની પણ સફાઈ હાથ ધરવામાં આવી છે.તો સાઢીયા ગટર સહિત વરસાદી પાણીના નિકાલ માટેના કેનાલ પણ સફાઈ હાથ ધરવામાં આવી રહ્યું છે. પાણીના નિકાલ માટેની કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે બિરલા હોલ તેમજ છાયા વિસ્તારમાં નવા પમ્પીગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બંને પમ્પીગ સ્ટેશનો ચોમાસા પૂર્વે તૈયાર કરવાનું પણ આયોજન કરાયું છે તો છાયા રણમાંથી સીધું દરિયામાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરી પણ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ શિક્ષક સંઘે શિક્ષણાધિકારીને રજૂઆત કરી:આકરી ગરમીની શરૂઆત થતાં પ્રાથમિક શાળા સવારની કરો
    Next Article
    કામગીરી:રાણા બોરડી ગામના ભ્રષ્ટાચારની તપાસમાં બેદરકારી દાખવવા બદલ ડીડીઓ- ડેપ્યુટી ડીડીઓ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment