Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ શિક્ષક સંઘે શિક્ષણાધિકારીને રજૂઆત કરી:આકરી ગરમીની શરૂઆત થતાં પ્રાથમિક શાળા સવારની કરો

    2 days ago

    પંચમહાલ જિલ્લામાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા માટે રજૂઆત કરી છે. હાલ ઉનાળાની ઋતુ શરૂ થતાં ગરમીના પારામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બપોરે પડતી પ્રખર ગરમીના કારણે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં નાના બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની ભીતિ છે. શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ રજુઆત કરી કે બપોરના સમયે વધતી ગરમીને કારણે બાળકોને લૂ લાગવી, ડિહાઇડ્રેશન તથા અન્ય ગરમી સંબંધિત તકલીફો થવાની શક્યતા રહે છે. નાના બાળકો લાંબા સમય સુધી પ્રખર ગરમીમાં શાળામાં રહેતા હોવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઇ છે. પંચમહાલ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 16 માર્ચ થી 31 માર્ચ સુધી બદલવામાં આવે. આ સમયગાળ દરમિયાન શાળાનો સમય સવારના 7.30 વાગ્યાથી બપોરના 11.30 વાગ્યા સુધી રાખવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ડુંગરોમાં લાગી આગ:છોટાઉદેપુરઅને મધ્યપ્રદેશની સરહદે આવેલ ડુંગરો ઉપર આગ
    Next Article
    કામગીરી:મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીનો પ્રારંભ કર્યો,સ્ટ્રોમ ડ્રેનેજ,ગટરની સફાઈ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment