Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગરોમાં લાગી આગ:છોટાઉદેપુરઅને મધ્યપ્રદેશની સરહદે આવેલ ડુંગરો ઉપર આગ

    2 days ago

    છોટાઉદેપુર જંગલ વિસ્તારમાં પર્વતમાળાઓ આવેલી છે. ત્યાંના વૃક્ષો ઉપર ઉનાળો શરૂ થતાંની સાથે જ અજાણ્યા ઇસમો દ્વારા ડુંગર સળગાવી દેવાય છે અને જંગલ બાળી દેવાના પ્રયત્નો કરાય છે. તેવો એક બનાવ ચાલુ વર્ષે પણ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલ વાઘસ્થળ ડુંગર પાસેના ઢોલીયા ડુંગર ઉપર બન્યો હતો. અહીં આગ લાગવાની અને તે જંગલમાં પ્રસરી હોવાની જાણ વન વિભાગની ટીમને થતાં તેણે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલોમાં ઉનાળો શરૂ થતાંની સાથે ડુંગર ઉપર દવ લાગે છે. આ આગ સમગ્ર જંગલને પ્રભાવિત કરે છે. આ આગને કારણે જંગલના આસપાસના વિસ્તારને પણ નુકસાન થાય છે. દરમિયાન ગત મંગળવારે મધ્યપ્રદેશથી છોટાઉદેપુરની બોર્ડર ઉપર આવેલ વેલાર ગામ સુધી બપોરના સમયે જંગલમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ છોટાઉદેપુર વન વિભાગના આરએફઓ નિરંજનભાઇ રાઠવાને થતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 25 જેટલા વન કર્મીઓ દ્વારા આ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરાયો હતો. આ કામગીરી દરમિયાન પડી જવાના કારણે આરએફઓ નિરંજન રાઠવાને ડાબા હાથે ઇજાઓ થતાં ફ્રેક્ચર થયું હતું. વન કર્મીઓની 25 જેટલી ટીમે ભારે મહેનત બાદ આ ભારે આગ બુઝાવી દેવામાં સફળતા મેળવી હતી. લોકોને સમજાવવા છતાં બનાવ બને છે આદિવાસી પંથકમાં આવેલ જંગલોમાં ઘણાં લોકો મહુડા વીણતા હોય છે. આ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ દરમિયાન કોઇ અજાણ્યા લોકો આગ લગાડતા હોવાની ઘટના બને છે. આ બાબતે ઘણીવાર વન વિભાગ દ્વારા પ્રજાને જાગૃત કરીને માર્ગદર્શન પણ આપવામાં આવે છે કે જંગલમાં આગ ન લાગે તે માટે ધ્યાન આપવું જોઇએ. પરંતુ લોકો દ્વારા કોઇ કાળજી લેવામાં આવતી નથી. ત્યારે વન વિભાગ આ અંગે તપાસ કરવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    HPV રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 150 કિશોરીઓને નિઃશુલ્ક એચપીવી રસી અપાઇ
    Next Article
    પંચમહાલ શિક્ષક સંઘે શિક્ષણાધિકારીને રજૂઆત કરી:આકરી ગરમીની શરૂઆત થતાં પ્રાથમિક શાળા સવારની કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment