Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HPV રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 150 કિશોરીઓને નિઃશુલ્ક એચપીવી રસી અપાઇ

    2 days ago

    છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ આપવા માટે જિલ્લામાં નિઃશુલ્ક એચપીવી (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાન વેગવંત બનાવાયું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગામી ત્રણ મહિનામાં 14 વર્ષની વય ધરાવતી અંદાજે 12,097 કિશોરીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. આ કામગીરી માટે જિલ્લાના 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને 1 અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક રસી આપવાની વ્યવસ્થા કરાઇ છે. અત્યારે જિલ્લામાં કુલ 150 કિશોરીઓનું સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં નસવાડી તાલુકામાં સૌથી વધુ 59 કિશોરીઓને રસી અપાઇ હતી. છોટાઉદેપુર તાલુકામાં 34 અને જેતપુરપાવીમાં 18, સંખેડામાં 21, બોડેલીમાં 11 અને કવાંટમાં 8 કિશોરીનું રસીકરણ કરાયું હતું. ભાસ્કર ઇનસાઇડ‎ રસીકરણથી સર્વાઇકલ કેન્સરને અટકાવી શકાય સર્વાઇકલ કેન્સર એ મહિલાઓમાં થતા ગંભીર રોગો પૈકીનો એક છે, જેને યોગ્ય સમયે રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. ખાસ કરીને 9 થી 14 વર્ષની કિશોરીઓ માટે આ રસી અત્યંત સુરક્ષિત અને અસરકારક છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વાલીઓને અપીલ કરાઇ છે કે તેઓ પોતાની દીકરીઓના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનનો લાભ લે.
    Click here to Read More
    Previous Article
    ઘરેલું ગેસમાં 3100નું વેઇટીંગ:કેટરર્સ સંચાલકોએ કહ્યું, હવે લાકડાં જ વિકલ્પ‎
    Next Article
    ડુંગરોમાં લાગી આગ:છોટાઉદેપુરઅને મધ્યપ્રદેશની સરહદે આવેલ ડુંગરો ઉપર આગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment