Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરેલું ગેસમાં 3100નું વેઇટીંગ:કેટરર્સ સંચાલકોએ કહ્યું, હવે લાકડાં જ વિકલ્પ‎

    2 days ago

    મિડલઇસ્ટના દેશોમાં ચાલતાં યુદ્ધની અસર ઘરેલું અને કોમર્શિયલ ગેસના વિક્રેતા ઉપર પડી રહી છે. ઝાલાવાડમાં હાલ આ કટોકટીમાં 3100 ગેસ સિલિન્ડરનું વેઇટિંગ બોલાઇ રહ્યું છે. તાજેતરમાં ઘરેલુ ગેસના ભાવમાં રૂ.60ના ભાવ વધારા સાથે 14 કિલોના સિલિન્ડરના રૂ.919 થયા. તો કોમર્શિયલમાં 19 કિલોના સિલિન્ડરના રૂ.100 વધારા સાથે રૂ.1944 અને કોમર્શિયલ ગેસના 5 કિલોના રૂ.28ના વધારા સાથે 553 ભાવ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહિને 3.20 લાખ ઘેરલું વપરાશ અને 50 હજાર કોમર્શિયલ બાટલાની જરૂર હોય છે. અત્યારે 3100નું વેઇટીંગ ચાલી રહ્યંુ છે. જેને લઇ કેટરીંગ વ્યવસાયકારોને અડધાજ બાટલા મળે છે. માટે તેઓ લાકડા અને ઇલેકટ્રીક સગડી ઉપયોગ તરફ વળવાનુ આયોજન અત્યારથી કરવાનુ જણાવ્યું હતુ. મોટી હોટલોમાં ગેસ લાઇનો હોવાથી તેમને હાલ મુશ્કેલી નથી પરંતુ નાના લારી ધારકોને કોલસાની સગડીનો ઉપયોગ શરૂ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ દ્વારા જથ્થો રોજ અપડેટ થાય છે. પ્રથમ પ્રાયોરીટી ઘરેલું વપરાશની રહેશે. દરેક એજન્સીને મિનીમમ સ્ટોક રાખવાની સૂચના આપી છે. 25 દિવસ પછી નવા બુકિંગ માટે એલીજીબલ રહેશે. સંગ્રહખોરી કે માર્કેટભાવ કરતા વધારે ભાવે વેચાણ થતું હોવાનું ધ્યાને આવે તો તંત્રને જાણ કરો. ગેસ સંચાલિ સ્મશાનમાં પૂરતો ગેસ છે. મુશ્કેલી : બુકિંગ મર્યાદા 25 દિવસ કરતાં સમસ્યા વધી હાલ ગેસનું બુકિંગ વેઇટિંગમાં ચાલી રહ્યું છે. અમારે 15 સભ્યોના સંયુક્ત પરિવાર વચ્ચે ગેસનો બાટલો 22થી 25 દિવસમાં પુરો થઇ જાય છે. હાલ રિફલીંગની મર્યાદા 25 દિવસની કરાતા અને વેઇટીંગ હોય તો ઘર ચલાવવા મુશ્કેલી થાય તેમ છે.રસોઇ માટે અન્ય વિકલ્પો જેવા કે, હાલ ગરમીમાં સોલારકુકર કે ઇલેકટ્રીક સગડી જેવાનો ઉપયોગ કરી ચલાવવુ પડશે. - ધારાબેન મહેતા, ગૃહિણી સ્થિતિ : 20 સિલિન્ડની માંગ હોય તો 10 જ મળે છે હવે ઇલેકટ્રીક સગડીનો ઉપયોગ કરવો પડી શકે છે હાલ લગ્ન સરાની સીઝન હોવાથી મોટાભાગના કેટરીંગ વ્યવસાય સાથે જોડાયેલ લોકો ઓર્ડર હોય છે. સાત દિવસથી ગાડી આવી નથી આવી ઉપરથી બાટલા મળવા મુશ્કેલ છે. રીકવેસ્ટ કરીએ તો એજન્સી આપે છેે 20ની માંગ હોય તો 10 મળે છે.મોટા કાર્યક્રમમાં હોયતો લાકડાનો ઉપયોગ અથવા ઇન્ડેકશન ઇલેકટ્રીક સગડીનો ઉપયોગ કરવાનુ આયોજન કરવુ પડશે. > જયદીપભાઇ માથરોટીય, કેટરર્સ એસો.ના પ્રમુખ
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રા સ્પેશિયલ કોર્ટનો ચુકાદો:શાળાએ જતી 9 વર્ષની સગીર સાથે અડપલા કરનાર 55 વર્ષના આધેડને 5 વર્ષની સખત કેદ
    Next Article
    HPV રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 150 કિશોરીઓને નિઃશુલ્ક એચપીવી રસી અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment