Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રા સ્પેશિયલ કોર્ટનો ચુકાદો:શાળાએ જતી 9 વર્ષની સગીર સાથે અડપલા કરનાર 55 વર્ષના આધેડને 5 વર્ષની સખત કેદ

    1 day ago

    બજાણા પોલીસ મથક વિસ્તારમાં 9 વર્ષની બાળાને 55 વર્ષના શખસે શારીરિક અડપલા કર્યાનો બનાવ બન્યો હતો. જેની બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી. આ બનાવના આરોપીને ઝડપી લઇ ધ્રાંગધ્રા કોર્ટેમાં કેસ ચલાવાયો હતો. જેમાં આરોપીને સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા 5 વર્ષની કેદ સજા ફટકારવામાં આવી હતી. બજાણા પોલીસ પોલીસ મથકે વર્ષ 31 જુલાઇ 2025માં સગીરા પર શારીરિક અડપલા અંગે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પાટડી વાલ્મિકી વાસના રહીશ 55 વર્ષીય બાબુભાઇ ઉર્ફે ડોંગો નરશીભાઇ પુરબીયા 30 જુલાઈ 2025ના રોજ જ્યારે ભોગ બનનાર સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનો પીછો કર્યો હતો. આરોપીએ ભાગ અપાવવાનું કહી સગીરાનું અપહરણ કરી શારીરિક છેડતી કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ વાત બાળકીએ પોતાના માતાપિતાને કહેતા આરોપીને ઝડપી લેવાયો હતો. આ અંગે કેસ ધ્રાંગધ્રા સ્પેશિયલ પોકસો અદાલતમાં કેસ ચલાવાયો હતો. જેમાં સરકારી વકીલ પ્રદ્યુમનસિંહ બી. મકવાણાએ આ પ્રકારના ગુનાઓમાં સમાજમાં દાખલારૂપ સજા કરવા દલીલ કરી હતી. જ્યારે સ્પેશિયલ જજ(પોકસો) ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ધ્રાંગધ્રા મુકેશકુમાર પ્રતાપભાઇ ચૌધરીએ આરોપી બાબુભાઇ ઉર્ફે ડોગો નરશીભાઇ પુરબીયાને 5 વર્ષ સખત કેદની સજા તેમજ રૂ. 5,000 દંડ કર્યો હતો. મેડિકલ રિપોર્ટ, જન્મનું પ્રમાણ પત્ર મહત્વનું સાબિત થયા અદાલતે કેસમાં મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભોગ બનનારની ઉંમરમાં પુરાવાઓના આધારે સાબિત થયું કે ઘટના સમયે ભોગ બનનાર 18 વર્ષથી ઓછી ઉંમરની હતી. કુલ 11 મૌખિક સાક્ષી અને 14 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનનારનું નિવેદન, મેડિકલ રિપોર્ટ અને જન્મનું પ્રમાણપત્ર સામેલ હતા.{ પ્રદ્યુમનસિંહ મકવાણા, સરકારી વકીલ
    Click here to Read More
    Previous Article
    PGVCL એક્શન મોડમાં:9.65 લાખની બાકી રકમના 102 ગ્રાહકના વીજકનેકશન કાપી નાંખ્યા
    Next Article
    ઘરેલું ગેસમાં 3100નું વેઇટીંગ:કેટરર્સ સંચાલકોએ કહ્યું, હવે લાકડાં જ વિકલ્પ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment