Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:9.65 લાખની બાકી રકમના 102 ગ્રાહકના વીજકનેકશન કાપી નાંખ્યા

    1 day ago

    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.11-3-2026ને બુધવારે કુલ 226 ટીમો દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 102 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ. 9.65 જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 3761 ગ્રાહકો પાસેથી રૂ.168.21 લાખની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોર્ડની પરીક્ષા:અંગ્રીજીનું પેપર સરળ, સામાન્ય છાત્ર પણ સ્કોર કરી શકે તેવું હતું
    Next Article
    ધ્રાંગધ્રા સ્પેશિયલ કોર્ટનો ચુકાદો:શાળાએ જતી 9 વર્ષની સગીર સાથે અડપલા કરનાર 55 વર્ષના આધેડને 5 વર્ષની સખત કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment