Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:પોરબંદરમાં એક,બે અને પાંચ રૂપિયાના સિક્કાની અછત થતા મુશ્કેલી સર્જાઈ

    20 hours ago

    પોરબંદરમાં રૂપિયા એક,બે અને પાંચના સિક્કાની ભારે અછત છે તો 10,20 ના સિક્કા પણ ઓછા જોવા મળી રહ્યા છે જેથી ચા, પાન, મેડિકલ સ્ટોર, શાકભાજી સહિત નાના ધંધાર્થીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રૂપિયા 1, 2 અને 5 ના સિક્કાની ભારે અછત સર્જાતા નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને રોજિંદા લેવડ-દેવડમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રોજબરોજના નાના વ્યવહારોમાં સિક્કાનું મહત્વ વધારે હોય છે,પરંતુ હાલમાં શહેરમાં આ સિક્કા સરળતાથી મળતા ન હોવાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે વારંવાર તકલીફ ઉભી થાય છે.આ મુદ્દે પોરબંદરની સેવાભાવી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લેખિત રજુઆત કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં રૂપિયા 1, 2 અને 5ના સિક્કાની ભારે અછત જોવા મળી રહી છે.એટલું જ નહીં પરંતુ રૂપિયા 10 અને 20 સિક્કા પણ બજારમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે નાના ધંધાર્થીઓ માટે રોજિંદા વ્યવહારો સંભાળવા મુશ્કેલ બન્યા છે. ચા-પાનના સ્ટોલ, મેડિકલ સ્ટોર, શાકભાજી વેચતા વેપારીઓ, ફળવેચાણ કરનારાઓ તેમજ પરચુરણ ચીજવસ્તુઓ વેચતા નાના ધંધાર્થીઓને સિક્કાની અછતને કારણે ગ્રાહકો સાથે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર ગ્રાહકો પાસે મોટી નોટ હોય છે અને વેપારીઓ પાસે પરચુરણ માટે સિક્કા ઉપલબ્ધ ન હોવાથી લેવડદેવડ અટવાઈ જાય છે. સિક્કાની અછતને લઈને વેપારમાં મુશ્કેલી પોરબંદર શહેરમાં સિક્કાની અછતને લઈને વેપારીઓને ક્યારેક ગ્રાહકોને પરચુરણ આપવું મુશ્કેલ બને છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંનેને અસુવિધા થાય છે. કેટલાક વેપારીઓને ગ્રાહકોને ટોફી કે અન્ય વસ્તુ આપીને પરચુરણ પૂરું કરવું પડે છે, જે યોગ્ય વ્યવસ્થા કહી શકાય નહી.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિલંબ, મિલ્કતધારકોની મુશ્કેલી વધી
    Next Article
    લાખોના દહેજની માંગણી કરાઈ:લંડન સ્થિત પતિએ પરિણીતા પાસે વિઝા રીન્યૂઅલના બહાને 8 લાખ દહેજ માગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment