Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીન રૂપલ શાહ વિરુદ્ધ વિરોધ:ડેન્ટલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ, રૂમ ફાળવણી, સ્ટાઇપેન્ડ અટકાવ્યાના આક્ષેપ

    1 day ago

    એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલની ડેન્ટલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાળને કારણે સારવાર સેવાઓ પર પણ અસર પડી છે અને દર્દીઓ તથા તેમના સગાંસંબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેસિડન્ટ ડોક્ટરોએ ડેન્ટલ હોસ્પિટલનાં ઇન્ચાર્જ અધિક નિયામક તથા સરકારી ડેન્ટલ કોલેજના ડીન રૂપલ શાહ સામે ગંભીર આક્ષેપો કરતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ મામલે રેસિડન્ટ ડોક્ટરોએ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે. રેસિડેન્ટ ડોકટરોના જણાવ્યા મુજબ ડીન રૂપલ શાહ વિદ્યાર્થીઓ સાથે અમાનવીય અને તુમાખીભર્યું વર્તન કરે છે. કોઇ પણ રજૂઆત કરવા જતાં વિદ્યાર્થીઓને ધમકાવીને ચેમ્બરની બહાર કાઢી મૂકવામાં આવે છે અને તેમની યોગ્ય માંગણીઓ પણ સાંભળવામાં આવતી નથી. ઓફિસ સ્ટાફ અને કર્મચારીઓ પણ તેમના વર્તનથી ત્રાસી ગયા હોવાનું જણાવાયું છે. તાજેતરમાં બહારગામથી આવેલા વિદ્યાર્થીઓએ ખાલી પડેલી હોસ્ટેલ રૂમોની ફાળવણી અંગે રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆત સાંભળવાને બદલે ‘તમારી કેરિયર ખતમ કરી દઈશ’ જેવી ધમકીઓ આપી તેમને ચેમ્બરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનું રેસિડેન્ટ ડોકટરોનો આક્ષેપ છે. તે ઉપરાંત સરકાર તરફથી મળતી સ્ટાઇપેન્ડની રકમ અટકાવી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સંસદમાં પરિમલ નથવાણીએ પૂછેલા સવાલનો કેન્દ્ર દ્વારા જવાબ:ગુજરાતમાં નેશનલ હાઇવે પરથી પાંચ વર્ષમાં 20383 કરોડનો ટોલ વસૂલાયો
    Next Article
    ધરપકડ:રેલવે સ્ટેશન પર મુસાફરોને છેતરતી ગેંગના 2 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment