Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મહિલાઓની છેડતી, પાણી-ભોજનમાં ઝેર ભેળવવાના પ્રયાસ

    1 day ago

    ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં એક સિનિયર મહિલા પ્રોફેસરને યુનિવર્સિટી કેમ્પસમાં મહિલાઓ સાથે છેડતી થતી હોવાની ફરિયાદો મળતાં તેમણે યુનિવર્સિટીના સત્તાધીશોને યોગ્ય તપાસ કરવાની રજૂઆત કરી છે. મહિલા પ્રોફેસરે સોશિયલ મીડિયાના માધ્યમથી હોદ્દેદારોને આ બાબતની જાણ કરતાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જ્યારે કુલપતિ ટી.એસ. જોશીએ જણાવ્યું કે, ‘મારી પાસે પ્રત્યક્ષ કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ મહિલા પ્રોફેસરની રજૂઆતના આધારે મહિલા સતામણી સમિતિને આક્ષેપોની તપાસ કરવા સૂચના અાપી છે. નિયમ મુજબ કાર્યવાહી કરાશે. કેમ્પસમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે અને સમિતિ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરશે. મહિલા પ્રોફેસરને મળેલી ફરિયાદોમાં પાણીની બોટલ પર ઝેરી પદાર્થ લગાડવો, ખોરાકમાં ઝેર ભેળવવાનો પ્રયાસ કરવો, રસ્તા પર વાહનો આડાં મૂકી અકસ્માતનો પ્રયાસ જેવા આક્ષેપોનો સમાવેશ કરાયા છે. ઉપરાંત કેમ્પસના રસ્તા પર કેટલાક પુરુષો અશોભનીય વર્તન કરતા હોવાની તથા મુખવાસમાં સાવરણાની સળીઓ નખાતી હોવાનો આક્ષેપ છે. તથ્ય સામે આવશે તો આ મામલો રાજ્ય મહિલા આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ પહોંચી શકે છે. અગાઉ પણ મહિલાઓની રજૂઆતોને કમિટી દ્વારા દબાવી દેવામાં આવી હતી. યુનિ.નો આંતરિક મામલો, રાજ્ય સરકાર તપાસ કરશે આ યુનિવર્સિટીનો આંતરિક મામલો છે. આ બાબતમાં હોદ્દેદારોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અધિકારીઓ તથા સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. - ડો. હેમાંગી મહેતા, સિનિયર મહિલા પ્રોફેસર, ચિલ્ડ્રન યુનિવર્સિટી
    Click here to Read More
    Previous Article
    નીતિ આયોગે ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ જાહેર કર્યો:નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ગુજરાત 50ના સ્કોર સાથે ચોથું
    Next Article
    કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ:શહેરમાં રોજ 70 હજારની સામે 25 હજાર LPG સિલિન્ડરની જ આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment