Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ:શહેરમાં રોજ 70 હજારની સામે 25 હજાર LPG સિલિન્ડરની જ આવક

    1 day ago

    ખાડી દેશોમાં અસ્થિરતાને પગલે અમદાવાદ સહિત દેશભરમાં એલપીજી ઘરેલુ ગેસનો પુરવઠો ખોરવાયો છે. શહેરના 65 ડિસ્ટ્રિબ્યુટર્સ રોજની ડિમાન્ડ કરતાં ત્રીજા ભાગના સિલિન્ડરની જ સપ્લાય કરી રહ્યા છે. એટલે કે એક ડિસ્ટ્રિબ્યુટર રોજની સરેરાશ ત્રણ ગાડી (1026 સિલિન્ડર) સામે એક ગાડી (342 સિલિન્ડર) મોકલી રહ્યો છે. શહેરમાં રોજ સરેરાશ 70 હજાર એલપીજી સિલિન્ડરની સામે 22 હજારથી 25 હજાર સિલિન્ડરની આવક થઈ રહી છે. જ્યારે 5 અને 19 કિગ્રાનાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે. કોમર્શિયલમાં દર મહિને 19 કિગ્રાના અંદાજે 1 લાખ સિલિન્ડરની ડિમાન્ડ શહેરમાં દર મહિને સરેરાશ એક લાખ જેટલા 19 કિગ્રાના કોમર્શિયલ સિલિન્ડર અને 60 હજાર જેટલા 5 કિગ્રાનાં સિલિન્ડરની ડિમાન્ડ રહે છે. સપ્લાય બંધ થવાથી ક્યાં શું અસર? - ટ્રેનોમાં ભોજન સેવા ખોરવાય તેવી શક્યતા. આઈઆરસીટીસીએ બેઝ કિચન સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા રાખવા, રેડી-ટુ-ઇટનો સ્ટોક વધારવા સૂચના. - ચા-નાસ્તાના સ્ટોલની સાથે હોટેલો બંધ કરવી પડે તેવી સ્થિતિ છે. - હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, આવશ્યક સેવા સપ્લાય ચાલુ રખાશે. બુકિંગ સિસ્ટમ ધીમી કરી દેવાતાં લાઇનો લાગી સરકારે સિલિન્ડરની બુકિંગ મર્યાદા 21ના બદલે 25 દિવસ કરવાની સાથે બુકિંગ સિસ્ટમ પણ ધીમી કરી દીધી છે, જેના કારણે ડિસ્ટ્રિબ્યુટરોની ઓફિસમાં લાંબી લાઇનો લાગી રહી છે. - કમલસિંહ તોમર, પૂર્વ જનરલ સેક્રેટરી, ઓલ ઇન્ડેન ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિયેશન ડિલિવરી કોડ આપવો ફરજિયાત નવો નિયમ DAC: હવે જ્યારે ગેસ ડિલિવરી બોય ઘરે આવે, ત્યારે રજિસ્ટર્ડ ફોન નંબર પર આવેલો ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (ડીએસી) આપવો ફરજિયાત છે. આ કોડ વગર ડિલિવરી થઈ શકશે નહીં. બુકિંગ મર્યાદા: હાલની અછતને જોતા સરકારે બુકિંગની મર્યાદા 25 દિવસ કરી છે, તેથી ગેસ પૂરો થવાના અંદાજિત સમય પહેલા જ પ્લાનિંગ કરવું હિતાવહ છે. ફોન નંબર અપડેટ: જો ફોન નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટર્ડ ન હોય, તો તાત્કાલિક અપડેટ કરાવો, જેથી OTP મેળવવામાં મુશ્કેલી ન પડે. વેપારીઓ ઘરેલુ ગેસના 2 હજાર ચૂકવી રહ્યા છે શહેરમાં કોમર્શિયલ ગેસની સપ્લાય મર્યાદિત થતાં ઘણા નાના વેપારીઓ હવે ઘરેલુ ગેસ સિલિન્ડર ખરીદીને પોતાનો વ્યવસાય ચાલુ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શહેરમાં કેટલાંક સ્થળોએ વેપારીઓ ઘરેલુ ગેસ બોટલ માટે રૂ. 1500થી 2 હજાર સુધી ચૂકવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેના પરિણામે શહેરના ઘરેલુ વપરાશકારોને સમયસર ગેસ સિલિન્ડર મળવામાં વિલંબ થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મહિલાઓની છેડતી, પાણી-ભોજનમાં ઝેર ભેળવવાના પ્રયાસ
    Next Article
    NSUIનો વિરોધ:GUમાં સિનિયર ક્લાર્કની જનરલ મહિલા કેટેગરીમાં 45 વર્ષની વય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment