Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NSUIનો વિરોધ:GUમાં સિનિયર ક્લાર્કની જનરલ મહિલા કેટેગરીમાં 45 વર્ષની વય

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાસ- 1 અને 2ના વહીવટી અધિકારીઓની ભરતીના નિયમો અને અનામત નીતિથી ઉમેદવારોમાં અસંતોષ છે. બીજી તરફ યુનિ.માં જનરલ, રિઝર્વ સહિતની સિનિયર ક્લાર્કની 7 પોસ્ટ પર ભરતી પ્રક્રિયામાં રિઝર્વ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારોને તેમજ જનરલ કેટેગરીના પુરુષોની વય મર્યાદા 40 વર્ષ નક્કી કરાઈ છે. જ્યારે સિનિયર ક્લાર્કની પોસ્ટ પર જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 45 વર્ષ વય મર્યાદા આપવા મુદ્દે NSUIએ આક્ષેપ સાથે વિરોધ કરતા વિવાદની સંભાવના છે. NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ કહ્યું છે કે,‘ગુજરાત યુનિ.માં સિનિયર ક્લાર્કમાં જનરલની 2, એસસીની 1, એસટીની 1 અને એસઈબીસીની 2 તેમજ જનરલની 2 સાથે 7 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે. નિયમ મુજબ આ પોસ્ટ પર પુરુષ અને મહિલા માટેની વય મર્યાદા 40 વર્ષની નિર્ધારિત કરાઈ હતી, પરંતુ વગદાર, ચોક્કસ અઘિકારીઓના માનીતાને લાભ માટે આ આયોજન કરાયાની વિગતો મળી છે.જનરલમાં મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટથી ભરતી પ્રક્રિયા સામે શંકા ઉદ્ભવે છે.’ GUની કઈ 17 પોસ્ટ પર અનામત મુદ્દે કેટલી વયની રજૂઆત? • ડિરેક્ટર (કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ), ડિરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને લાઈબ્રેરીયન : વય મર્યાદા 50 વર્ષ છે, જે અનામત કેટેગરી માટે 55 વર્ષ હોવી જોઈએ. • પ્રેસ મેનેજર : વય મર્યાદા 45 વર્ષ, અનામત માટે 50 વર્ષ હોવી જોઈએ. • લેડી મેડિકલ ઓફિસર, યુનિવર્સિટી એન્જિનિયર, એકાઉન્ટ ઓફિસર, VC અને રજિસ્ટ્રારના PA : વય મર્યાદા 45 વર્ષ છે, જે અનામત કેટેગરી માટે 50 વર્ષ હોવી જોઈએ. • ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ), ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઈબ્રેરી), ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સિક્યોરિટી ઓફિસર, કમ્પાઉન્ડર અને સિનિયર ક્લાર્ક : વય મર્યાદા 40 વર્ષ, અનામત માટે 45 વર્ષ જરૂરી. સરકારમાં રજૂઆત કરાશે, વિધાનસભામાં મુદ્દો ઉઠાવાશે એનએસયુઆઈએ કહ્યું છે કે આ મામલે રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે. જો તેમ નહીં થાય તો વિધાનસભામાં આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાત યુનિ. ભરતીનો મુદ્દો ઉઠાવશે. જરુર લાગશે તો રાજ્યપાલ, મુખ્યમંત્રી, ન્યાયા અધિકારીતા મંત્રી, કાયદાનો આશ્રય પણ લેવાની ફરજ પડશે.’
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ:શહેરમાં રોજ 70 હજારની સામે 25 હજાર LPG સિલિન્ડરની જ આવક
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:જૈન પરંપરાના પાલન સાથે યુવાનો 2 વર્ષ સુધી હોસ્ટેલમાં રહી UPSCની નિ:શુલ્ક તાલીમ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment