Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:જૈન પરંપરાના પાલન સાથે યુવાનો 2 વર્ષ સુધી હોસ્ટેલમાં રહી UPSCની નિ:શુલ્ક તાલીમ લેશે

    1 day ago

    સનદી સેવાઓમાં કારકિર્દી ઘડવાનું યુવાનોમાં વલણ વધ્યું છે અને વિવિધ સમાજો પણ સિવિલ સર્વિસમાં પોતાના યુવાનો જોડાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)નું એડ્મિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ ફાઉન્ડેશન (JATF)એ પણ જૈન યુવાનોને ભારતીય સનદી સેવાઓમાં જોડવા અને સમાજમાં મહત્ત્વનું પરિવર્તન લાવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નું આયોજન કર્યું છે. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 2 વર્ષ સુધી તાલીમથી માંડીને સર્વ સુવિધાઓ નિ:શુલ્ક પૂરી પડાશે. જીતોના પ્રેસિડેન્ટ રાજીવ છાજેડે કહ્યું કે CET રાષ્ટ્રીય સ્તરે લેવાશે. પાસ વિદ્યાર્થીઓને JATFની 6માંથી કોઈ એક હોસ્ટેલમાં તાલીમ અપાશે. અમદાવાદ કેન્દ્રમાં 20થી 40 વિદ્યાર્થી માટે વ્યવસ્થા કરવાની યોજના છે. જીતોનું અમદાવાદ ચેપ્ટર પ્રથમ વાર આ પ્રકારની તાલીમનું આયોજન કરી રહ્યું છે. વધુ વિદ્યાર્થીઓ સફળ થાય તો અમદાવાદમાં વધુ મોટી હોસ્ટેલ અને તાલીમ કેન્દ્ર શરૂ કરવાની તૈયારી પણ છે. JATFના અશોક બાફનાએ કહ્યું કે વિદ્યાર્થીઓની પ્રતિભા અને ક્ષમતા ચકાસવા એકેડેમિક કાઉન્સિલ બનાવાઈ છે અને તેના અધ્યક્ષ સીબીઆઇમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયેલા ડી. સી. જૈન વિદ્યાર્થીઓની પ્રતિભા ચકાસશે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતના 9 અધિકારી CETમાં બેઠેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. આ કાઉન્સિલ હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓનું સતત મેન્ટરિંગ અને માર્ગદર્શન પણ આપશે. હોસ્ટેલમાં 2 વર્ષ સુધી રહેવાની વ્યવસ્થા છે. જીતોના ચીફ સેક્રેટરી જૈનિક વકીલે કહ્યું કે વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે જૈન પરંપરાઓનું પાલન કરવું પડશે. CET માટે વિદ્યાર્થીઓની પાત્રતા અને સુવિધા પાત્રતા માપદંડ ઉંમર : 20થી 28 વર્ષ શિક્ષણ : સ્નાતક અને તેથી વધુ અભ્યાસ, સ્નાતકના અંતિમ વર્ષનો વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. પસંદગી પ્રક્રિયા : CET પરીક્ષા અને ઇન્ટરવ્યુ મહત્ત્વની તારીખો અરજી કરવાની છેલ્લી તારીખ : મંગળવાર, 31 માર્ચ CET-2026 પરીક્ષા તારીખ : રવિવાર, 19 એપ્રિલ ઓનલાઇન નોંધણી, અરજી માટે વેબસાઇટ : (https://jatf.in)(https://jatf.in) પ્રવેશકેન્દ્રો : દિલ્હી, જયપુર, બેંગલુરુ, ઈન્દોર, પુણે પ્રસ્તાવિત કેન્દ્રો : અમદાવાદ (ગુજરાત) લખનૌ (ઉત્તર પ્રદેશ) આ સુવિધાઓ અપાશે ઇન-હાઉસ ટેસ્ટ સિરીઝ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને મેન્ટરિંગ સ્પર્ધાત્મક અને સંસ્કારી વાતાવરણ નવીનતમ પુસ્તકો સાથે સજ્જ લાઇબ્રેરી અને હાઇ-સ્પીડ Wi-Fi જૈન ભોજન સાથે નિઃશુલ્ક રહેવાની અને ભોજનની સુવિધા
    Click here to Read More
    Previous Article
    NSUIનો વિરોધ:GUમાં સિનિયર ક્લાર્કની જનરલ મહિલા કેટેગરીમાં 45 વર્ષની વય
    Next Article
    સંસદમાં પરિમલ નથવાણીએ પૂછેલા સવાલનો કેન્દ્ર દ્વારા જવાબ:ગુજરાતમાં નેશનલ હાઇવે પરથી પાંચ વર્ષમાં 20383 કરોડનો ટોલ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment