Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:બોટાદમાં ગેસના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસના કાર્યકરોનો ચક્કાજામ

    14 hours ago

    બોટાદ યુવક કોંગ્રેસ દ્વારા બેનરો , ખાલી ડબ્બા અને ગેસના બાટલા સાથે હાય રે ભાજપ હાય ...હાય ...ગેસ નો ભાવ વધારો ઓછો કરોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને મોંઘવારી પર નિયંત્રણ લાવવા માંગ કરી હતી. કાર્યકરો દ્વારા શહેરના દિન દયાળ ચોકમાં ચક્કા જામ કરી રસ્તા પર બેસી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોવાયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો અને વિરોધ કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. આ તકે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે આ સરકાર ગરીબોનો અવાજ બનવાની જગ્યાએ ગરીબોની કમર તોડવાનું કામ કરી રહી છે ગેસના સિલિન્ડર ઉપર 60 થી 70 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે ખાદ્ય પદાર્થ હોય કે તેલના ભાવ હોય આ સરકાર કોઈ જાતની રાહત દેવા માંગતી નથી જિલ્લા યુથકોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ બોટાદની જનતા વચ્ચે જઈ રહી છે અને આગામી દિવસોમાં ભાજપ સામે બોટાદની જનતા માટે લડતા રહીશું તેમ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મનુબર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:રેશનકાર્ડ, આયુષ્યમાન સહિતના કાર્ડ એક જ સ્થળ પરથી મળી રહ્યાં
    Next Article
    ધરપકડ:તુરખાના ફરાર શખસને બોટાદ એસ. ઓ.જી.એ ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment