Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:તુરખાના ફરાર શખસને બોટાદ એસ. ઓ.જી.એ ઝડપી પાડ્યો

    13 hours ago

    હળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા મૂળ બોટાદ જિલ્લાના તુરખા ગામના અને હાલ બોટાદ ભાવનગર રોડ, દ્વારકાનગરીની બાજુમાં રહેતા શખ્સને બોટાદ એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે બનાવ અંગેની વિગત પ્રમાણે, બોટાદ એસ.ઓ.જી. પી.આઈ એ એન.ડી.પી.એસ.એક્ટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને અટકાવવા સ્ટાફને ચેકીંગ કરવા જરૂરી સૂચના આપવામાં આવતા અલગ અલગ ટીમો બનાવી 10 માર્ચના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઈ કાળુભાઈ ગળચર તથા હેડ કોન્સ્ટેબલ. યુવરાજસિંહ અભેસંગભાઇ પરમારને હકિકત મળી હતી કે એન.ડી.પી.એસ.એક્ટ ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઉદય ખોડાભાઈ ખાચર (રહે, તુરખા) ભાવનગર રોડ, ન્યુ સહજાનંદ સિરામિકની બાજુમાં ઉભો હોય જેથી બાતમીવાળી જગ્યાએ જતા આરોપી મળી આવતા તેને ઝડપી પૂછપરછ કરતા આરોપી ઉદય ખોડાભાઇ ખાચર હળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 15(બી), 29 મુજબના ના ગુન્હામા દોઢ વર્ષથી ફરાર હોવાની કબુલાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વિરોધ:બોટાદમાં ગેસના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસના કાર્યકરોનો ચક્કાજામ
    Next Article
    મહિલાઓનો બેડા સાથે વિરોધ‎:‘પાણી આપો’ ના સૂત્રોચ્ચાર સાથે બોટાદના 2 વિસ્તારના રહીશોની આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment