Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનુબર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:રેશનકાર્ડ, આયુષ્યમાન સહિતના કાર્ડ એક જ સ્થળ પરથી મળી રહ્યાં

    16 hours ago

    ભરૂચ તાલુકાનાં મનુબર ગામે પ્રાથમિક કુમાર શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ આસપાસના કુલ 9 ગામોના ગ્રામજનોએ લીધો હતો. રાજ્ય સરકાર તરફથી ગામડાંના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મનુબર ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ પોતાની વિવિધ અરજીઓ રજૂ કરી હતી, જેમાંથી મોટાભાગની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, પશુપાલન સહાય, એનઆરએલએમ યોજના, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ પીએમ કિસાન યોજના સહિતની સેવાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો લાભ મનુબર, કંથારિયા, વહાલુ, સરનાર, શેરપુરા, દેત્રાલ, દહેગામ, વાંસી અને કુરલા સહિતના ગામોના ગ્રામજનોએ લીધો હતો. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થઇ હતી.
    Click here to Read More
    Previous Article
    20થી વધારે સોસાયટીના રહીશો પરેશાન:ભરૂચની શ્રવણ ચોકડી પાસે 15 દિન પહેલાં ખોદાયેલો ખાડો પૂરાયો નથી
    Next Article
    વિરોધ:બોટાદમાં ગેસના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસના કાર્યકરોનો ચક્કાજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment