Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે જીવન ટૂંકાવ્યું:યુવકે દવા પી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

    22 hours ago

    વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ઘરની બહાર શૌચાલય બનાવવા મામલે પડોશીએ ધમકી આપતાં મકાન માલિકે ઉંદર મારવાની ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવારથી બચી ગયેલા મકાન માલિકે પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી. કમાલપુર ગામે સેનમાવાસમાં રહેતા મુકેશભાઈ ગાંડાભાઈ સેનમા તેમના ઘરની બહાર શૌચાલય બનાવતા હોઇ બાજુમાં રહેતા મન્સુરી ગનીભાઇ આદમભાઈ અને મન્સુરી બિલકીસ ગનીભાઇએ આવીને તેમની સાથે ઝઘડો કરી અપમાનિત શબ્દો બોલતાં મુકેશભાઈને લાગી આવ્યું હતું. તેમણે ખેતરમાં જઈ ઉંદર મારવાની દવા પીધા બાદ ઘરે આવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ બેભાન હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેમણે ભાનમાં આવ્યા બાદ ઘરની બહાર શૌચાલય બનાવવા મામલે ધમકી આપનાર પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મનો મામલો આવ્યો સામે:ઉછીના લીધેલ 24 હજાર પરત ન આપતાં મહિલા પર દુષ્કર્મ આચર્યું
    Next Article
    DGVCL દ્વારા દંડનીય કાર્યવાહી:ભરૂચના દહેગામ સહિતના અન્ય ગામોમાં‎તપાસ, 40.45 લાખની વીજચોરી ઝડપાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment