Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGVCL દ્વારા દંડનીય કાર્યવાહી:ભરૂચના દહેગામ સહિતના અન્ય ગામોમાં‎તપાસ, 40.45 લાખની વીજચોરી ઝડપાઇ‎

    21 hours ago

    ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ તાલુકાના 4 થી વધુ ગામોમાં વીજ વિભાગે આકસ્મિક તપાસ કરીને 47 વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા પકડાતા રૂપિયા 40.45 લાખનો દંડ ફટકાર્યો છે. ડીજીવીસીએલની ટીમ અવારનવાર ભરૂચ જિલ્લામાં આકસ્મિક તપાસ કરીને વીજ ચોરી ઝડપી રહી છે. ડીજીવીસીએલનીકોર્પોરે ટ ઓફિસ અને ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડ ની 36 જેટલી ટીમોએ વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધી ભરૂચ તાલુકામાં દરોડો પડ્યો હતો. જેમાં ભરૂચ તાલુકાના દહેગામ, હિંગલોટ, વેસાદડા, વડવા વગેરે ગામોમાં વીજ ગ્રાહકોના જોડાણ તપાસવામાં આવ્યા હતા. આમ પાંચ કલાકમાં વીજ વિભાગની ટીમે 1375 ગ્રાહકોનાં વીજ જોડાણ ની તપાસ કરી હતી. જેમાં થી 47 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળી હતી. વીજ ચોરી કરનારને રૂપિયા 40.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.વીજ વિભાગના તપાસ દરમિયાન મીટર સાથે છેડ છાડ સહિત અન્ય રીતે વીજ ચોરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દર મહિને ફીડરના લોસીસના આધારે‎ વીજ ચોરી પકડવામાં આવે છે‎ દર મહિને ફીડરના લોસીસ થાત હોય છે - એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100 ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા ચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. તેવા ફીડરને શોધવામાં આવે છે અને તેના પર આવતા કેટલા ગામ છે તે શોધીને તે વિસ્તારમાં વીજ વિભાગની ટીમ તપાસ કરીને વીજ ચોરી કરનાર તત્વોને પકડી ને દંડ કરવામાં આવે છે. તપાસ દરમિયાન વીજ 135 ની કલમ મુજબ ચોરી કરે છે.
    Click here to Read More
    Previous Article
    યુવકે જીવન ટૂંકાવ્યું:યુવકે દવા પી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો
    Next Article
    લૂંટેરી દુલ્હનએ ફેરાવ્યું ફુલેકું:અંકલેશ્વરની યુવતીએ બનાસકાંઠામાં ત્રણ લોકો સાથે લગ્ન કરી લૂંટી લીધાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment