Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલની સહજતા અને આત્મીયતા:રૂમલામાં રાજ્યપાલે આદિવાસી પરિવાર સાથે સંવાદ કરી સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

    1 day ago

    નવસારી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે આદિવાસી પરિવારના અમરતભાઈ પટેલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલે અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવારના વડીલ અમરતભાઈ તથા નાના બાળકો સાથે પણ તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલે પરિવારના સભ્યોના રોજગાર, ખેતી અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે પરિવારને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સમજ આપી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આદિવાસી પરંપરા મુજબ રાજ્યપાલે ચોખાના રોટલા, જુવારના રોટલા, મગની દાળ, મિક્સ શાકભાજી, નાગલીનો શિરો તથા દાળ-ભાત જેવા સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમરતભાઈ પટેલ અને તેમનો પરિવાર ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલ તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું તે બદલ પરિવારના સભ્યો ભાવવિભોર બની ગયા હતા. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની સમજણથી પરિવાર પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પબદ્ધ બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ':ધરતીમાતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના‎સ્તર બચાવવા હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ‎
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:દુવાડા પાટિયા પાસે ટેકનિકલ ‎ખામી સર્જાતા પીકઅપ પલટી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment