Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ':ધરતીમાતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના‎સ્તર બચાવવા હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ‎

    1 day ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસીય નવસારી જિલ્લાના મહેમાન બન્યા છે ત્યારે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં તેમના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગના કારણે અસહ્ય ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે માટે રાસાયણિક ખેતી પણ જવાબદાર છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છંટકાવથી ગરમી વધી, બિમારી વધી અને પર્યાવરણને નુકસાનન થઈ રહ્યું છે. રાજ્યપાલે પોતાનું જ દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, પહેલા હું પણ રાસાયણિક ખાતરથી ખેતી કરતો હતો પરંતુ જ્યારે મને ખબર પડી કે, મારી જમીન વેરાન બની રહી છે, પાણીનો વધુ વપરાશ થઇ રહ્યો છે અને ઉત્પાદન વધુ ન મળતા આખરે 200 એકર જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ આમાં ખર્ચ નહિવત છે અને પાણીનો વપરાશ પણ 50 ટકા જેટલો ઓછો થાય છે. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા આગ્રહ કર્યો કે, શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરના એક ખૂણેથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરો અને તેના સકારાત્મક પરિણામો જોઈને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધારો. તેમણે વધુમાં જણાવ્યું કે, રાસાયણિક ખેતીને કારણે વેરાન થઈ રહેલી આપણી ધરતી માતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના સ્તર બચાવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરાયું હતું. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વારલી પાઈન્ટિંગથી રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેત પેદાશના 22 સ્ટોલની રાજ્યપાલે મુલાકાત કરી સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. પ્રગતિશીલ 6 ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સમાવેશ કરતું "નૈસર્ગિક નવસારીની પ્રેરક સાફલ્ય ગાથા’ પુસ્તકનું રાજ્યપાલે વિમોચન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરશો તો આવક વધશે અને જમીન પણ ફળદ્રુપ બનશે રાજ્યપાલે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. અળસિયા દ્વારા થતું કુદરતી 'વોટર હાર્વેસ્ટિંગ' જમીનને પોચી બનાવી તેની ભેજ સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે, જેનાથી ઉત્પાદન પણ ઉત્તરોત્તર વધતું જાય છે. જો ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરશો તો આવક વધશે અને જમીન પણ ફળદ્રુપ બનશે. આ માર્ગ અપનાવીને જ આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને નિરોગી જીવનનો વારસો આપી શકીશું.
    Click here to Read More
    Previous Article
    સેવા સેતુ કાર્યક્રમ:બીલીમોરા પાલિકાના સેવાસેતુ કેમ્પમાં 790 અરજીનું સ્થળ પર જ નિરાકરણ
    Next Article
    રાજ્યપાલની સહજતા અને આત્મીયતા:રૂમલામાં રાજ્યપાલે આદિવાસી પરિવાર સાથે સંવાદ કરી સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment