Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા સેતુ કાર્યક્રમ:બીલીમોરા પાલિકાના સેવાસેતુ કેમ્પમાં 790 અરજીનું સ્થળ પર જ નિરાકરણ

    1 day ago

    રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમના 11મા તબક્કા અંતર્ગત બુધવારે બીલીમોરાના જલારામ હોલમાં વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વોર્ડ નં. 1થી 5ના નગરજનો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 790 અરજીનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવી નગરજનોને વચેટિયામુક્ત સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ​ આ પ્રસંગે ગણદેવી મામલતદાર ડી. રોઝ, ચીફ ઓફિસર સંદીપ પટેલ, પાલિકા પ્રમુખ મનીષ પટેલ, નિરવ ટેલર, મનીષ દેસાઈ, ભરત પટેલ, દિગીશા પટેલ, અર્ચના સોલંકી, સુમિત્રા પટેલ તેમજ વિવિધ નગરસેવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં 545 લોકોની હેલ્થ ચકાસણી, 51 આવકના દાખલા અને 24 આધારકાર્ડ સુધારા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વોર્ડ નં. 6થી 9ના રહીશો માટે આ જ સ્થળે કેમ્પનું આયોજન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ ટુર્નામેન્ટનું પરિણામ:ચીખલી કોલેજ સતત બીજા વર્ષે વીર દ.ગુ. યુનિ. ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન
    Next Article
    રાજ્યપાલના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ':ધરતીમાતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના‎સ્તર બચાવવા હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment